નવરાત્રીના બીજા દિવસે કરો માં બ્રહ્મચારિણીની પુજા, જાણો માતાજીની પુજા વિધિ અને માં ને ધરવામાં આવતા ભોગ વિષે

નવરાત્રીના બીજા દિવસે કરો માં બ્રહ્મચારિણીની પુજા, જાણો માતાજીની પુજા વિધિ અને માં ને ધરવામાં આવતા ભોગ વિષે
New Update

નવરાત્રી પર્વના બીજા નોરતે માતા નવદુર્ગાના બીજા સ્વરૂપ એવા બ્રહ્મચારિણી માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. સાધકો આ દિવસે પોતાના મનને માતાજીના ચરણોમાં સમર્પિત કરે છે. બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી. આમ બ્રહ્મચારિણી અર્થાત તપનું આચરણ કરનારી માતા. ભક્તો અને સાધકોને અનંત ફળ આપનારૂં છે. તેમની ઉપાસનાથી સાધકમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે. એવી માન્યતા છે કે જ્યારે માતા પાર્વતી કુંવારા હતા ત્યારે તેમનું બ્રહ્મચારિણી રૂપ જાણીતું બન્યું હતું. માતા બ્રહ્મચારિણીના એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જાપમાળા છે. આ દિવસે લીલા રંગના કપડાં પહેરવા જોઈએ. ભગવાન શંકરને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે ઘોર તપ કર્યું હતું. આ કઠીન તપને કારણે આ દેવીને તપશ્વારિણી અર્થાત બ્રહ્મચારિણીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે ત્યાગ અને તપની દેવી પણ માનવામાં આવે છે. માં બ્રહ્મચારિણીએ શ્વેત વસ્ત્ર પહેર્યા છે. એમના એક હાથમાં અષ્ટદળની જપમાળા અને બીજા હાથમાં કમળ સુશોભિત છે.

માં બ્રહ્મચારિણી માતાની પુજા પધ્ધતિ

દેવી દુર્ગાના બીજા સ્વરૂપ એટલે કે મા બ્રહ્મચારિણીની પૂજા કરતા પહેલા સ્નાન અને ધ્યાન કરો અને શરીર અને મનથી શુદ્ધ બનો અને ત્યારબાદ ફળ, ફૂલ, જળ, અક્ષત, રોલી, ચંદન, ભોગ વગેરે અર્પણ કરો. માતાને ઝડપથી પ્રસન્ન કરવા માટે આજે તેમની પૂજામાં કેસરથી બનેલી ખીર અથવા હલવો ચઢાવો. તેવી જ રીતે માતાનું તિલક પણ કેસરથી કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે દેવી દુર્ગાના પવિત્ર સ્વરૂપ મા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી સાધકની તમામ મનોકામનાઓ જલ્દી પૂર્ણ થાય છે. આ દિવસ રંગીલો હોવાથી દિવસની પૂજા લીલા રંગના કપડાં પહેરીને કરવી જોઈએ. તેમાં જો ડાર્ક ગ્રીન કલર હોય તો વધારે સારું રહેશે.

માં બ્રહ્મચારિણી માતાનો ભોગ

નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાના આ સ્વરૂપને ખાંડ, સફેદ મીઠાઈ, ખાંડની મીઠાઈ અને ફળો અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિને લાંબા આયુષ્યનું વરદાન મળે છે.

#India #ConnectGujarat #Navratri #Mataji #puja rituals #Brahmacharini Puja
Here are a few more articles:
Read the Next Article