Connect Gujarat
ધર્મ દર્શન 

પંચમહાલ : ગુરુપૂર્ણિમા નિમિત્તે તાજપુરાના નારાયણ ધામે લાખો ગુરુ શિષ્યો ઉમટ્યા, ભવ્ય પાલખી યાત્રા યોજાય...

ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ.પૂ બ્રહ્મલીન નારાયણ બાપુજીની સમાધિના દર્શને લાખો શિષ્યો પહોંચ્યા હતા.

X

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા ગામે ગુરુપૂર્ણિમા નિમિત્તે બ્રહ્મલીન નારાયણ બાપુની સમાધિના દર્શાનાર્થે લાખો ગુરુભક્તો ઉમટ્યા હતા. આ સાથે જ વાજતે ગાજતે ચરણ પાદુકાની પાલખી યાત્રા પણ કાઢવામાં આવી હતી. પંચમહાલના હાલોલ તાલુકાના તાજપુરા ખાતે આવેલ નારાયણ ધામ ખાતે ઉલ્લાસભેર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આજના પાવન અવસરે પ.પૂ. બ્રહ્મલીન નારાયણ બાપુની સમાધિના દર્શન કરવા પહોંચેલા શિષ્યોમાં ગુરુ પ્રત્યેની પોતાની અડગ આસ્થા અને અપાર શ્રદ્ધા જોવા મળી હતી. નારાયણ ધામ અને ત્યાં ચલાવવામાં આવતી અત્યાધુનિક સુવિધાઓ સાથેની નારાયણ આઈ હોસ્પિટલ કે, જેમાં લોકોને વિનામૂલ્યે આંખો અને મોતિયાના ઓપરેશનની સારવાર કરવામાં આવી રહી છે,

જેને લઈને પણ આ ધામ પ્રસિદ્ધ બન્યું છે, ત્યારે આજે અહી ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ.પૂ બ્રહ્મલીન નારાયણ બાપુજીની સમાધિના દર્શને લાખો શિષ્યો પહોંચ્યા હતા. વહેલી સવારથી જ દૂર દૂરથી પરિવાર સહ આવેલા શ્રધેય શિષ્યોએ બાપુજીની સમાધિના દર્શન કરવા તાજપુરા તરફ પ્રયાણ કર્યું હતું. નારાયણ ધામ ખાતે સવારે પૂજ્ય બાપુજીની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. ગુરુ પાદુકા પૂજન, ગુરુ પૂજન, આરતી, મહાપ્રસાદી તથા ભજન સત્સંગનો શિષ્યોએ લાભ લીધો હતો. જોકે, લાખોની ભીડ એકત્ર થતી હોય જેને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે ખડે પગે સેવાઓ પૂરી પાડી હતી.

Next Story