વાઈબ્રન્ટ ગુજરાત સમિટને 20 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં PM મોદી આપશે હાજરી, અનેકપરિયોજનાઓનું કરશે ઉદ્ધાટન વડાપ્રધાનમોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે PM મોદી અમદાવાદમાં સાયન્સ સિટીખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટને 20 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાંવડાપ્રધાન સવારે 10 વાગ્યેહાજરી આપશે. ઉપરાંત વડાપ્રધાન સાયન્સ સિટી ખાતે ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન પણ કરશે.
આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, નવસારીના સાંસદ સી.આર. પાટીલ, અમદાવાદના મેયર પ્રતિભા જૈન અનેમુખ્ય સચિવ રાજકુમાર ઉપસ્થિત રહેશે.સાયન્સસિટી ખાતે આયોજીત કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી બોડેલી ખાતે આયોજીત કાર્યક્રમમાંહાજરી આપશે. ત્યારબાદ બપોરે 1 વાગ્યે બોડેલી ખાતે વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં તેઓ હાજરીઆપશે. બોડેલીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન વડોદરા પહોંચશે. જ્યાં નારીશક્તિ વંદન કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાંથી કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ દિલ્હી જવારવાના થશે.