/connect-gujarat/media/post_banners/8ce47ba33f2ffa2b862783f4c2a1e80bb713757c5c7305ae68373dd66765e55d.webp)
માઁ જગત જનની જગદંબાના અનેક રૂપો અને પરચા અપરંપાર છે, ભક્તો પૂરી શ્રદ્ધા અને આસ્થા સાથે માતાજીની આરાધન આ નવ દિવસ અને નવ રાત્રી દરમિયાન કરતાં હોય છે, જ્યારે પહેલા નોરતે વિધિવત માતાજીની સ્થાપના કરવામાં આવે છે, ત્યારે સૌ પ્રથમ ભગવાન શિવ, ગણેશજી, કાર્તિકેય અને માઁ ભગવતીની પુજા અર્ચના કરવામાં આવે છે.
માન્યતાઓ પ્રમાણે આ નવ દિવસ દરમિયાન નાની બાળાઓની પુજા અને ભોજન કરવવામાં આવે છે, અને જરૂરિયાત મંદ બાળકોને મદદ કરવામાં આવે છે, માઁ જગત જનનીના જગદંબાના ધારણ કરેલા વસ્ત્રો, આભૂષણો જ્યાં જ્યાં પડ્યા ત્યાં એક પવિત્ર સ્થાન શક્તિપીઠ તરીકે નિર્માણ થયું, આ શક્તિપીઠ ભારતભરમાં આવેલા છે, ત્યારે એક એવા શક્તિપીઠ વિષે વાત કરીયે કે માતાજીનો ડાબો અડધો પગ પડ્યો હતો.
/connect-gujarat/media/post_attachments/f7650706178205b8ce8377e4f83c71bb22ebf34c4765ea4dcc1c4dce5965c20d.webp)
આ એવું મંદિર કે જે દેવીકૂપ એટ્લે કે ભદ્રકાળી શક્તિપીઠ તરીકે જાણીતું છે, અને તેને કુરુક્ષેત્ર શક્તિપીઠથી પણ ઓળખાય છે, હરિયાણાના કુરુક્ષેત્ર જંકશન તથા થાનેશ્વર રેલ્વે સ્ટેશનની બંને બાજુથી 4 કિમી દૂર જાસી રોડ પર સરોવરની પાસે આવેલ ભદ્રકાળીનું દેવીકૂપ 52 શક્તિપીઠો માથી એક છે, જ્યાં સતીનું ડાબો અડધો પગ પડ્યો હતો, આ શક્તિપીઠ શ્રી દેવીકૂપથી જાણીતું છે, અહી શક્તિ સાવિત્રી તથા ભૈરવ સ્થાન છે, આ જગ્યાનું મહત્વ તંત્રચૂડામણિમાં ળકેલું છે, કહેવાય છે કે અહી મહાભારતનું યુદ્ધ થયું હતું યુદ્ધ પહેલા વિજય પ્રાપ્તિ માટે માઁ મહાકાળીની ઉપાસના કરી હતી, અને વિજય પ્રાપ્તિ પછી પાંડવો અહી સોનાના ઘોડાઓ ચડાવ્યા હતા, આજે પણ અહી આ પ્રથા ચાલી આવી છે કે અહી ભક્તો યથાશક્તિ પ્રમાણે ઘોડાઓ ચડાવે છે.
/connect-gujarat/media/post_attachments/f53a04134e0689fcc9f3aa76947082977a82cc3febd859ba506a2dc3882aef96.webp)
કથા પ્રમાણે શ્રી ક્રુષ્ણ તથા બલરામના મુંડન સંસ્કાર પણ અહી કરવામાં આવ્યા હતા, આ શક્તિપીઠ માઁ ભદ્રકાળીની વિરાટ પ્રતિમા છે, ગણોના રૂપમાં દક્ષિણમુખી હનુમાન, ગણેશ તથા ભૈરવ બિરાજમાન છે, અહી ભગવાન શિવનું અદભૂત શિવલિંગ પણ છે, માન્યતાઓ પ્રમાણે આ શળું શિવલિંગના દર્શન કર્યા પછી માઁ ભદ્રકાળીના દર્શન કરવા જોઈએ, મંદિરના દક્ષિણ બાજુ દ્વેપાયન સરોવર તથા ઉત્તર પશ્ચિમ કિનારા પર સૂર્ય યંત્ર તથા, દક્ષેશ્વર મહાદેવનું મંદિર છે, નવરાત્રી તથા દરેક શનિવાર પર ભક્તો સમૂહ પુજા માટે આવે છે.યાત્રીઓના રહેવા માટે અહી મંદિર પરિસરમાં જ ધર્મશાળાઓ આવેલી છે, દિલ્હી અમૃતસર રેલમાર્ગ પર કુરુક્ષેત્ર સ્ટેશન દિલ્હીથી 55 કિમી દૂર આવેલું છે.
/connect-gujarat/media/post_attachments/b024c15c0c196e0b6e226c848314631d527df0f0d495c214aef9d28b96b3909b.webp)
આ નવલા નોરતા દરમિયાન માતાજીની આ શક્તિપીઠના દર્શન કરવાનું અતિ મહત્વ રહેલું, તો ભક્તોએ આ શક્તિપીઠના દર્શન અવશ્ય કરવા જોઈએ.