New Update
/connect-gujarat/media/post_banners/bd42053fc8a38b8b5b34c0c99d72fb00dde53c5e824f6676d2e59233d1cf071c.webp)
સહારાના વડા સુબ્રત રોયનું મંગળવારે (14 નવેમ્બર) 75 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું. સુબ્રત રોયની અહીંની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓ લાંબા સમયથી બીમાર હતા. કંપનીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે સહારા ગ્રુપના ચીફ સુબ્રત રોયનું મૃત્યુ કાર્ડિયોરેસ્પિરેટરી અરેસ્ટને કારણે થયું છે.
કંપનીએ વધુમાં જણાવ્યું કે 12 નવેમ્બરે તેમની તબિયત બગડતાં તેમને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 14 નવેમ્બરે રાત્રે 10:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સહારા ગ્રુપના ચેરમેન રોયના પાર્થિવ દેહને બુધવારે (15 નવેમ્બર) લખનૌ, યુપી લાવવામાં આવશે.
Latest Stories