/connect-gujarat/media/media_files/2024/10/29/M3ekoaOfbybip6VorlZG.jpg)
જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં સુરક્ષાદળોએ 3 આતંકીને ઠાર કર્યા હતા. સવારે 7:26 વાગ્યે આ આતંકવાદીઓએ LoC નજીક ભટ્ટલ વિસ્તારમાં આર્મી એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો હતો. જોકે જાન-માલનું કોઈ નુકસાન થયું ન હતું.ફાયરિંગ બાદ આતંકીઓ જંગલ તરફ ભાગી ગયા હતા. સેનાએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ- ઓપરેશન હાથ ધર્યું હતું. લગભગ 5 કલાકના એન્કાઉન્ટર બાદ ત્રણેય આતંકીને ઠાર કરવામાં આવ્યા હતા. આ પહેલાં 24 ઓક્ટોબરે બારામુલ્લામાં આતંકીઓએ સેનાના એક વાહન પર હુમલો કર્યો હતો, જેમાં 3 જવાન અને 2 પોર્ટરે જીવ ગુમાવ્યા હતા.ગામલોકોએ ખૌરના ભટ્ટલ વિસ્તારમાં આસન મંદિર પાસે ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ છુપાયા હોવાની જાણ કરી હતી. આ પછી સવારે લગભગ 7:26 વાગ્યે આતંકવાદીઓએ આર્મી એમ્બ્યુલન્સ પર 15-20 રાઉન્ડ ફાયરિંગ કર્યું. જોકે આ હુમલામાં સૈનિકો ઘાયલ થયા નહોતા. માત્ર એમ્બ્યુલન્સને નુકસાન થયું હતું.