શ્રાવણ માસ વિશેષ: આ સ્થળે સમુદ્ર દેવતા સાક્ષાત દેવાધિદેવ મહાદેવ પર દિવસમાં બે વખત કરે છે મહાઅભિષેક

New Update
શ્રાવણ માસ વિશેષ: આ સ્થળે સમુદ્ર દેવતા સાક્ષાત દેવાધિદેવ મહાદેવ પર દિવસમાં બે વખત કરે છે મહાઅભિષેક

ભરૂચ જિલ્લાના કાવિ ગામ પાસે કંબોઇના નયનરમ્ય દરિયાને કાંઠે સ્તંભેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે, દરિયાને કાંઠે શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરનો કૃપા પ્રસાદ પામવા માટે દરરોજ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે, મંદિરના પટાંગણમાં બેસીને અને ઉછળતા મોજા જોતા એક આહલાદક અનુભૂતિ થાય છે, સ્તંભેશ્વર તીર્થધામની વિષેશતા એ છે કે ભગવાન શિવને જલાભિષેક કરવા સમુદ્ર દિવસમાં 2 વખત સ્વયંમ જાતે આવે છે, દિવસ દરમિયાન આ સર્જાતી આ કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્ય પામે છે.


ત્યારે કહેવાય છે કે સમુદ્રમાં આવતી ભરતી અને ઓટની પ્રક્રિયાનું સર્જન માત્ર આ સ્થળ માટે જ થયું હોય એવું લાગે છે, ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન શિવનું આખું શિવલિંગ ડૂબી જાય છે, અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દૂર ધ્યાનાવસ્થામાં જતા રહે છે, ઓટના સમયે દરિયાના પાણીમાથી ધીરે ધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થતાં હોય તેમ જણાય છે, માન્યતાઓ અનુસાર 6 હજાર વર્ષ પહેલા વેદવ્યાસજી એ લખેલા સ્કંદપુરાણમાં સ્તંભેશ્વરતીર્થનો ઉલ્લેખ છે, સ્કંદ મહાપુરાણમાં કુમારિકાખંડના 72માં પાનાથી 189પૃસ્ટ સુધી સ્તંભેશ્વર મહાદેવ તીર્થધામ વિષે વિસ્તૃત વિવરણ આપવામાં આવ્યું છે.


શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ ઉત્પતિ વિષે વાત કરતાં કહ્યું છે કે દેવાધિ દેવ મહાદેવના પરમપરાક્રમી પુત્ર કાર્તિકેયસ્વામીએ માત્ર 6 દિવસની વયે દેવસેનાનું સેનાપતિત્વ સંભાળ્યું હતું આ સ્થળે કાર્તિકેય સ્વામીએ ભયંકર રાક્ષસ તારકાસુરનો વધ કર્યો હતો, પરંતુ તારકાસુર ભગવાન સીવનો ભક્ત હતો તે વાત જાણે તેઓ વ્યતીત બની ગયા હતા. પરમભક્તનો વધ કરવા બદલ તેમણે ભારે પસ્તાઓ હતો જેથી ભગવાન વિષ્ણુએ સ્વયંમ પ્રગટ થઈને તેમને આ સ્થળ ઉપર ભગવાન શંકરની તપસ્યા કરવાની સલાહ આપી હતી તેમની વાત માનીને કાર્તિકેય સ્વામીએ કંબોઇમાં કઠોર તપસ્યા કરી હતી તેમના તપથી પ્રસન્ન થયેલા મહાદેવ માતા પાર્વતિ અને પુત્ર ગણેશજી સાથે અહી પ્રગટ થયા હતા, આ પ્રસંગે સમસ્ત દેવિદેવતાઓ આવી પહોંચ્યા હતા. અને તેઓએ અહી વિશ્વનંદક નામના સ્તંભની સ્થાપના કરી અને તેના પશ્ચિમભાગે ભગવાન શંકર સ્વયંમ બિરાજમન થયા હતા. આ સ્તંભના નામથી આ સ્થળનુંના નામ સ્તંભેશ્વર રાખવામા આવ્યું હતું આ સ્થળે પવિત્ર નદી મહીસાગરનો દરિયા સાથે સંગમ થાય છે, જેથી તેને સંગમેશ્વર તરીકે પણ કહેવામા આવે છે, આ સ્થળે શ્રદ્ધા પૂર્વક સ્નાન કરવાથી ભક્તોની મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.



સ્તંભેશ્વર મંદિરે શિવરાત્રિનો ભવ્ય મેળો ભરાય છે, ત્યારે ભક્તોનું ઘોડાપૂર ઊંમટે છે, અને તે ઉપરાંત અહી દર અમાસના દિવસે પણ મેળો ભરાય છે, અને કહેવાય છે કે સૌથી મહત્વની ગણાતી પ્રદોસની રાતે અહી ચારેય પ્રહાર સુધી ભગવાન શંકરનું પૂજન અર્ચન કરવામાં આવે છે, અને તે ઉપરાંત પણ પુનમ અને એકાદશીની રાત્રે પણ સેકડો ભક્તો ભગવાન શંકરની વિશેષ પૂજાનો લાભ લેતા હોય છે. 




Latest Stories