Connect Gujarat
ધર્મ દર્શન 

શ્રાવણ માસ વિશેષ: નાગેશ્વર જ્યોતિર્લિંગનોનો અભૂતપૂર્વ મહિમા, ભગવાન શ્રીદ્વારકાધીશ સ્વયં શિવજીનો રુદ્રાભિષેક કરતા હતા

શ્રાવણ માસ વિશેષ: નાગેશ્વર જ્યોતિર્લિંગનોનો અભૂતપૂર્વ મહિમા, ભગવાન શ્રીદ્વારકાધીશ સ્વયં શિવજીનો રુદ્રાભિષેક કરતા હતા
X

દેવાધિ દેવ મહાદેવની લીલા અપરંપાર છે, ભક્તોની ભગવાન શિવ પ્રત્યેની આસ્થા જોડાયેલી છે, ભગવાન શિવના 12 જ્યોતિલિગ છે અને તેના પાછળની કથા અને તેની અદ્ભુત શક્તિ હજુ પણ જીવંત હોય તેવું લાગે છ, ત્યારે વાત કરીએ જ્યોતિલિંગ તો ગુજરાતમાં બે જ્યોતિર્લિંગ છે. પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ અને બીજુ દ્વારકા નજીક આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગ.નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ધામથી લગભગ 16 કિમી દૂર સ્થાપિત છે. આ જ્યોતિર્લિંગનો મહિમા છે. અહીં શ્રીદ્વારકાધીશ ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરતા હતા. શાસ્ત્રો પ્રમાણે ભગવાન મહાદેવને નાગના દેવતા કહેવામાં આવે છે.


ભગવાન શિવના સહસ્ત્ર નામમાંથી એક નામ નાગેશ્વર પણ છે. નાગના ઈશ્વર એટલે નાગેશ્વર. નાગ દેવતા હંમેશાં ભગવાન શિવજીના ગળામાં વિરાજિત રહે છે. જે ભક્ત નાગેશ્વર જ્યોતિર્લિંગનાં શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે તેઓ જાણ્યે-અજાણ્યે થયેલાં પાપમાંથી મુક્ત થઈને દિવ્ય શિવલોકમાં સ્થાન પામે છે. શિવ પુરાણ પ્રમાણે, શ્રાવણ મહિનામાં આ પ્રાચીન નાગેશ્વર શિવલિંગની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર લગભગ 2500 વર્ષ જૂનું છે.



આ પાછળની કથા કાઇક આ પ્રમાણે છે, એક સમયે દારુકા નામની રાક્ષસી તેના રાક્ષસ પતિ દારુક સાથે જંગલમાં રહેતા હતા. માતા પાર્વતીએ દારુકાને વરદાન આપ્યું હતું કે તમે આ જંગલને તમારી સાથે ગમે ત્યાં લઈ જઈ શકો છો. તેમને અને તેમના પતિએ સમગ્ર જંગલમાં ખળભળાટ મચાવી દીધો હતો. આજુબાજુના બધા જ ચિંતિત હતા. તેથી તેઓ બધા મહર્ષિ અર્વ પાસે ગયા અને દારુકા અને તેના પતિ વિશે કહ્યું અને તેમનો ઉપાય પૂછ્યો હતો. એ સમયે મહર્ષિએ લોકોની રક્ષા માટે શ્રાપ આપ્યો કે જો આ રાક્ષસો પૃથ્વી પર હિંસા કરશે અથવા યજ્ઞમાં વિઘ્ન કરશે તો તે જ ક્ષણે તેમનો નાશ થશે. દેવતાઓને પણ આ વાતની જાણ થઈ, પછી તેમણે રાક્ષસો પર હુમલો કર્યો. એ બાદ રાક્ષસો વિચારવા લાગ્યા કે જો તેઓ દેવતાઓ સાથે યુદ્ધ કરશે તો તે જ ક્ષણે તેમનો નાશ થશે અને જો તેઓ યુદ્ધ નહીં કરે તો તેઓ યુદ્ધમાં પરાજય પામશે.



ભગવાન શંકર નાગેશ્વર જ્યોતિલિંગના રૂપમાં સદા માટે બિરાજમાન કેમ થયા.

એ સમયે ભગવાન શિવે તેમની વાત માનીને કહ્યું કે હું મારા ભક્તોની રક્ષા માટે કાયમ અહીં બેઠો છું. શિવજીએ કહ્યું કે અહીં જે કોઈ મારી જ્ઞાતિ અને ધર્મ પ્રમાણે પૂર્ણ ભક્તિથી પૂજા કરશે તે ચક્રવર્તી રાજા કહેવાશે. એ જ સમયે સતયુગમાં વીરસેન નામનો રાજા હશે, જે મારો પરમ ભક્ત હશે. જ્યારે આ ભક્ત મારાં દર્શન માટે આ વનમાં આવશે ત્યારે તે ચક્રવર્તી સમ્રાટ બનશે. આ રીતે ભગવાન શિવ જે હંમેશાં પોતાના ભક્તોનું કલ્યાણ ઈચ્છતા હતા ત્યાં નાગેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં સદાને માટે બિરાજમાન થયા.




Next Story