શ્રાવણ માસ વિશેષ/ અહી બે ભાગોમાં વિભાજિત છે શિવલિંગ, અહીં બીરાજે છે અર્ધનારીશ્વર ભગવાન, ગરમીની ઋતુમાં થાય છે સ્વયંભૂ વિભાજિત.. ...

New Update
શ્રાવણ માસ વિશેષ/ અહી બે ભાગોમાં વિભાજિત છે શિવલિંગ, અહીં બીરાજે છે અર્ધનારીશ્વર ભગવાન, ગરમીની ઋતુમાં થાય છે સ્વયંભૂ વિભાજિત.. ...

આ મંદિરને વિશ્વનું એકમાત્ર એવું મંદિર માનવામાં આવે છે, જ્યાં શિવલિંગ બે ભાગમાં વિભાજિત થયેલું છે. માતા પાર્વતી અને ભગવાન શિવના બે વિવિધ રૂપમાં વિભાજિત શિવલિંગમાં ગ્રહો-નક્ષત્રોનાં પરિવર્તન પ્રમાણે તેમના બંને ભાગની વચ્ચેનું અંતર વધતું-ઘટતું રહે છે. ગરમીની ઋતુમાં આ સ્વરૂપ બે ભાગમાં વિભાજિત થઈ જાય છે અને શિયાળામાં ફરીથી એક રૂપ ધારણ કરી લે છે. બે ભાગમાં વહેંચાયેલા પુરાતન શિવલિંગનું અંતર ગ્રહો અને નક્ષત્રો પ્રમાણે વધતું-ઘટતું રહે છે અને શિવરાત્રિના દિવસે શિવલિંગના બન્ને ભાગનું મિલન થાય છે. આ પવિત્ર શિવલિંગ અષ્ટકોણીય અને કાળા-ભૂરા રંગનું છે. શિવના રૂપમાં પૂજવામાં આવતાં આ શિવલિંગની ઊંચાઈ 7-8 ફૂટ છે, જ્યારે પાર્વતીના રૂપમાં પૂજાતા શિવલિંગની ઊંચાઈ 5-6 ફૂટ છે. માનવામાં આવે છે કે ત્રેતાયુગમાં જ્યારે પણ ભગવાન રામના ભાઈ ભરત તેમની માતા કૈકેય દેશ (કાશ્મીર)ની મુલાકાત લેતા હતા ત્યારે તેઓ કાઠગઢમાં શિવલિંગની પૂજા કરતા હતા.

મંદિર સુધી કેવી રીતે પહોંચવું

પંજાબ, હરિયાણા અને દેશનાં અન્ય રાજ્યોથી બસ દ્વારા સફર કરી મંદિર સુધી પહોંચતાં ભક્તોએ પઠાણકોટ-જલંધર રાષ્ટ્રીય રાજમાર્ગ-1A પર આવેલા પંજાબના મીરથલ નામના ગામમાં ઊતરવું અને ત્યાંથી મિલિટરી એરિયા પાર કરી લગભગ 2 કિલોમીટરનું અંતર કાપીને મંદિર સુધી પહોંચી શકાય છે. શ્રદ્ધાળુઓને મીરથલ ગામથી મંદિર સુધી પહોંચવા માટે રિક્ષાની સુવિધા પણ મળી શકે છે.

Latest Stories