દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી
એકદંતા ગણપતિનો છે વિશેષ મહિમા
200 વર્ષ અગાઉ મંદિરની થઇ હતી સ્થાપના
ગણેશજીએ સર્પની જનોઈ કરી છે ધારણ
દાદાને ગોળ-લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે
દેશભરમાં ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે,ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં આવેલ એકદંતા ગણપતિ મંદિરનો વિશેષ મહિમા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં આવેલ એકદંતા ગણપતિ મંદિરનો વિશેષ મહિમા છે. આ મંદિરમાં ગણપતિ દાદાની જે મૂર્તિ છે, તે ભારતભરમાં માત્ર બે જ સ્થળે છે. એક મૂર્તિ ધ્રાંગધ્રામાં છે, અને બીજી મુર્તિ દક્ષિણ ભારતમાં છે. ધ્રાંગધ્રાના ગણપતિ દાદાની વાત કરીએ તો, સીધી સૂંઢવાળા અને એકદંત ગણેશ છે. એટલું જ નહીં ગણેશજી પોતાના પરિવાર સાથે બિરાજમાન છે. અહીં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શને આવી ગણપતિ દાદાને ગોળ-લાડુનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે.
ધ્રાંગધ્રાના રણમલસિંહજીએ આશરે 200 વર્ષ અગાઉ એકદંતા ગણપતિ મંદિરની સ્થાપના કરી હતી. આ મંદિરની વિશેષતા એ છે કે, અહીના ગણપતિએ સર્પની જનોઈ ધારણ કરેલ વિશાળ પ્રતિમા છે. આ સ્થળ પર વૈશાખ સુદ ચોથના રોજ અને ભાદરવા સુદ ચોથના રોજના હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે. ચોથના દિવસે અહીં શ્રદ્ધાળુઓ માટે હવન-પૂજન, બાધા વિધિ, મહાપ્રસાદી સહિત મેળાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે.