આપણાં હિન્દુ ધર્મમાં ગંગા જળનું વિશેષ મહત્વ રહેલું છે. આ ગંગા જળને અમૃત તુલ્ય માનવામાં આવે છે. દરેક હિન્દુ લોકોના ઘરમાં ગંગા જળ જોવા મળે છે.
હિંદુ ધર્મમાં ગંગાજળનું વિશેષ મહત્વ છે. પ્રાચીન સમયથી આપણા દેશમાં ગંગા નદીને માતા માનવામાં આવે છે તેના પાણીને અમૃત માનવામાં આવે છે. માતા ગંગાને મોક્ષદાતા પણ કહેવાય છે. તેથી, મોતના સમયે મૃતકના મોંમાં ગંગાજળ આપવાની પરંપરા છે.માતા ગંગાનું પાણી ખૂબ શુદ્ધ છે તે ક્યારેય ગંદુ થઈ શકતું નથી અને તેમાં હાનિકારક બેક્ટેરિયા પણ ટકી શકતા નથી. આ કારણથી પણ ગંગા જળને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.અમુક માન્યતાઓ અનુસાર, ગંગાના પાણીમાં સ્નાન કરવાથી પાપો દૂર થાય છે. અનેક તહેવારો પર લાખો ભક્તો ગંગા નદીમાં સ્નાન કરવા જતાં હોય છે . આપણી દરેક પૂજામાં પણ પવિત્ર ગંગા જળનો ઉપયોગ કરવામાં આવે છે. ગંગા જળને રાખવાનું પાત્ર હંમેશા શુદ્ધ અને ચોખ્ખું હોવું જોઈએ. આ ગંગાજળ પ્લાસ્ટિકમાં રાખવાની બદલે તાંબા , પિત્તળ અથવા માટીના વાસણોમાં ભરવું જ યોગ્ય છે. અમુક માન્યતાઓ અનુસાર ગંગા જળને સ્વચ્છ અને અંધારાવાળી જગ્યાએ રાખવું જોઈએ. ગંગા જળ રાખવા માટે માત્ર અંધારું અને સ્વચ્છ સ્થાન જ શુભ માનવામાં આવે છે. ગંગાનું પાણી રસોડા કે બાથરૂમ પાસે પણ રાખવું યોગ્ય નથી. પૂજા સ્થળની પાસે ગંગા જળ રાખવું શુભ માનવામાં આવે છે. તમે જ્યાં પણ ગંગા જળ રાખો છો, તે જગ્યાની સ્વચ્છતા હોય તેની વિશેષ કાળજી રાખવી જોઈએ.
જ્યાં ગંગા જળ રાખવામાં આવે છે ત્યાં આ કામ ન કરવું
જ્યાં ગંગા જળ રાખવામાં આવે છે તે જગ્યા સંપૂર્ણપણે શુદ્ધ હોવી જોઈએ. જો કોઈ રૂમમાં ગંગા જળ રાખવામાં આવે તો ભૂલથી પણ ત્યાં માંસાહારી ભોજન કે દારૂનું સેવન ન કરવું જોઈએ.
આપણા હિન્દુ ધર્મમાં દેવી- દેવતાઓ અને નદીઓનું ઘણું મહત્વ છે. ગંગા, યમુના તેમજ ઘણી બધી પવિત્ર નદીઓનું પણ આપણા ધર્મમાં ઘણું મહત્વ છે. ગંગા નદીને ઘણી જ પવિત્ર માનવામાં આવે છે. આપણા પૌપાણિક ગ્રેથોમાં પણ ગંગા નદીની કથા અને તેના અવતરણની ગાથા ઘણી જ રસપ્રદ રીતે ચર્ચવામાં આવી છે. આપણા ઘરના કે પૂજાના દરેક શુભ કાર્યોની શરૂઆત કરતા પહેલા પહેલાં આપણે ગંગાના પવિત્ર જળનો ઉપયોગ તેમજ છંટકાવ કરીએ છે. આપણા ઘરે ભરેલી ગંગાજળની એક બોટલ વર્ષો વરસ ચાલે છે. પરંતુ શું તમે જાણો છો ગંગા જળને કેમ આટલું પવિત્ર માનવામાં આવે છે? કેમ આ ગંગા જળ શા માટે ક્યારેય લાંબા સમય સુધી નથી ખરાબ થતું?
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ગંગાનું પાણી હિમાલયથી આવે છે. જે ઘણાં પ્રકારના ખનીજ અને જડી-બૂટ્ટીઓની અસર આ પાણી ઉપર પણ થાય છે. તેનાથી આ પાણીમાં ઔષધીય ગુણ આવી જાય છે.
ગંગા જળને આટલું મહત્વ આપવા પાછળ એક કારણ છે. ભલે ઘણા લોકો પૌરાણિક કથાઓ પર વિશ્વાસ ન કરતા હોય પરંતુ એ હકીકત છે કે ગંગા નદીનું પાણી ક્યારેય બગડતું પડતું. અન્ય કોઈપણ જળાશયના પાણીને બોટલમાં ભરો તો થોડા સમય પછી તે બગડી જાય છે. માત્ર અને માત્ર ગંગા નદીનું પાણી જ એવું પાણી છે જે ક્યારેય બગડતું નથી. તો શું આ નદી ભગવાન તરફથી મળેલા વરદાનને કારણે ચમત્કારિક છે? કે તેની પાછળ કોઈ ખાસ કારણ છે? કોઈ અન્ય નદીનું પાણી બોટલમાં ભરો છો તો તે થોડા સમય પછી સડી જાય છે. એટલું જ નહીં તેનાથી દુર્ગંધ પણ આવવા લાગે છે. ગંગાના પાણીમાં કેટલાક વાયરસ જોવા મળે છે જે સડતા બેક્ટેરિયાને વધવા દેતા નથી.