દેશમાં દેવીમાં નાં 51 શક્તિપીઠો છે. એ તેની ખાસિયત અને ચમત્કારને કારણે વધારે પ્રસિદ્ધ છે. જેમાં 51 શક્તિપીઠોમાંનું એક આવું મંદિર કે જેના વિષે આજે જાણીશું, ત્યારે વાત કરવામાં આવે છે. જે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલ બનાસકાંઠા સ્થિત અંબાજી ધામ,(મંદિર) માઁ જગત જનની અંબાજીમાતાનું મંદિર જે સુપ્રસિદ્ધ અને જગ વિખ્યાત છે.
કહેવાય છે આ મંદિરનાં જીર્ણોધારનું કામ 1975માં શરૂ કરવામાં આવ્યું તું જે આજ સુધી પણ કામ ચાલુ છે. જે સોનાંના ધૂમટ અને શિખર 103 ફૂટ ઊચાઇ સાથેનું આ મંદિર એકદમ ભવ્ય લાગે છે.અને શિખર પર 358 સોનાનાં કળશ સાથે સુસજ્જ છે. અને સાથે જ અંબાજી મંદિર 3 કિલોમીટર દૂર ગબ્બર પહાડ આવેલો છે. અને ત્યાં એક દિવ્ય જ્યોત સ્વરૂપે માઁ બિરાજમાન છે,એટલે જ કહેવાય છે કે "ગબ્બરના ગોખવળી, ચાચરનાં ચોકવાળીમાઁ અંબા" આ પહાડ પર પણ અતિપ્રાચીન માઁનું મંદિર સ્થાપિત છે. અને સાથે કહેવામાં આવે છે કે અહી એક પથ્થર પણ માઁનાં પગ નાં નિશાન છે. અને પગના નિશાનની સાથે સાથે માઁનાં રથનું પણ નિશાન છે, નાં ભક્તો અંબાજીમાંનાં દર્શન કર્યા બાદ ગબ્બર જરૂર જાય છે.
દરવર્ષે ભાદરવી પૂનમનાં દિવસે વધારે ભીડ હોય છે, અને માઁ અંબાજીનું ભાદરવી પૂનમનુ વધારે મહત્વ રહેલું હોવાથી શ્રદ્ધાળુઓ માતાજીની માનતા,અને દર્શન કરવા પગપાળા આવતા હોય છે. જ્યારે દર મહિનાની પૂનમ અને આઠમનાં દિવસે માતાજીની વિષેશ પૂજા અર્ચનાં કરવામાં આવે છે, શક્તિસ્વરૂપ, દિવ્યસ્વરૂપ અંબાજી દેશમાં અત્યંત પ્રાચીન શક્તિપીઠોમાનું એક છે.
માનવમાં આવે છે કે નવરાત્રીમાં અહી મંદિરનું વાતાવરણ આકર્ષક અને શક્તિમય રહે છે. માઁ નાં નવલા નોરતા નવદિવસ અહી ભક્તોની ભારે ભીડ ઉમટે છે, માતાજીના દર્શન કરવા માટે અતૂટ શ્રદ્ધા સાથે આવે છે.નવરાત્રી સમયે ચાચર ચોકમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવે છે, સાથે સપ્તશતીનાં પાઠનું પણ આયોજન કરવામાં આવે છે. માન્યતા અનુસાર માઁ નવદિવસ અલગ અલગ સ્વરૂપે આવે છે.