પૂજ્ય મોરારીબાપુ દ્વારા આયોજીત 12 જ્યોતિર્લિંગ ખાતે રામકથાની પવિત્ર યાત્રાનું 8 ઓગસ્ટ 2023ના રોજ ગુજરાતના તલગાજરડા ખાતે બાપુના ચિત્રકુટધામમાં સમાપન કરવામાં આવ્યું હતું.
પૂજ્ય મોરારીબાપુ દ્વારા આયોજીત 12 જ્યોતિર્લિંગ ખાતે રામકથાની પવિત્ર યાત્રાનું 8 ઓગસ્ટ, 2023ના રોજ ગુજરાતના તલગાજરડા ખાતે બાપુના ચિત્રકુટધામમાં સમાપન કરવામાં આવ્યું હતું. કેદારનાથના પવિત્ર પર્વતોથી શરૂ કરીને સોમનાથના દરીયા કિનારા સુધી 12,000 કિ.મી. લાંબી યાત્રા 18 દિવસમાં પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં શ્રદ્ધાળુઓને આધ્યાત્મિકતા અને આત્માની શોધની યાત્રાની અનુભૂતિ કરાવવામાં આવી હતી. પૂજ્ય બાપુએ સનાતન ઘર્મના શૈવ અને વૈષ્ણવ સહિતના વિવિધ સમૂહો અને સમુદાયો વચ્ચે સંવાદિતા અને સહ-અસ્તિત્વના બીજ રોપવા માટે 12 જ્યોતિર્લિંગ ખાતે રામકથાના ઉપદેશો ફેલાવવાની આ પહેલ હાથ ધરી હતી.1008 શ્રદ્ધાળુઓએ રામ કથા સાંભળતા ઉત્તરાખંડ રાજ્યના કેદારનાથ; વિશ્વનાથ, કાશી; બૈદ્યનાથ, ઝારખંડ; મલ્લિકાર્જુન, આંધ્રપ્રદેશ; રામેશ્વરમ્, તમિલનાડુ; નાગેશ્વર, ભીમાશંકર, ત્ર્યંબકેશ્વર અને ઘૃષ્ણેશ્વર, મહારાષ્ટ્ર; ઓમકારેશ્વર અને ઉજ્જૈન, મધ્ય પ્રદેશ અને છેલ્લે સોમનાથના જ્યોતિર્લિંગના દર્શન કરીને સફળતાપૂર્વક આ યાત્રા પૂર્ણ કરી હતી. શ્રદ્વાળુઓએ ઋષિકેશ, જગન્નાથ પુરી, તિરુપતિ બાલાજી અને દ્વારકાધીશ ધામના પવિત્ર ધામોના દર્શનનો પણ અનુભવ કર્યો હતો.