/connect-gujarat/media/post_banners/defe2e87a18ecdaea7fced53d401e4cc21e9a33e9edf213d3a9e07cf4d892884.jpg)
સુરતના ઓલપાડ તાલુકાના કરમલા ગામે મધુરમ વિલા યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી ગણેશ ઉત્સવ અંતગર્ત ઇકો ફ્રેન્ડલી કાચા ભૂંગળાના ઉપયોગ કરી ગણેશજીની ની સ્થાપના કરવામાં આવી છે. સુરતના ઓલપાડ તાલુકાના કરમલાગામના મધુરમ વીલાના યુવક મંડળ દર વર્ષ ગણેશ પર્વમા અનેક થીમ પર ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરે છે ત્યારે આ યુવક મંડળ દ્વારા ગણેશોત્સવના તહેવાર નિમિતે આ વખતે અનોખી મૂર્તિની સ્થાપના કરી હોય તેમ આ વખતે કાચા ભૂંગળામાંથી બનાવેલી 3.5 ફૂટ ઊંચી ગણેશની મૂર્તિ કે જેમાં 3 કિલો કાચા ભૂંગળાનૉ ઉપયોગ કરી સ્થાપના કરી છે.આવી ઇકો ફ્રેંન્ડલી મુર્તિથી પ્રદૂષણ રોકી શકીએ ગામને સ્વચ્છ બનાવીએ અને વિસર્જન સમયે નદી નાણા તળાવને પણ પ્રદુષિત થતું અટકાવીએ તેવો સંદેશો આપ્યો છે.