સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાં શીતળા માતાના 200 વર્ષ જૂનું મંદિર, શીતળા સાતમે ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર..

શ્રદ્ધાળુઓએ શીતળા સાતમ નિમિત્તે શીતળા માતાનું પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી..

New Update
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાં શીતળા માતાના 200 વર્ષ જૂનું મંદિર, શીતળા સાતમે ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર..

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં આવેલ શીતળા માતાના મંદિરે શ્રદ્ધાળુઓએ શીતળા સાતમ નિમિત્તે પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં 200 વર્ષ કરતા પણ વધુ જુનું શીતળા માતાનું મંદિર આવેલું છે. શ્રાવણ વદ સાતમના દિવસે ઠંડુ આરોગવાની વર્ષો જૂની પરંપરા છે, ત્યારે આજે વહેલી સવારથી જ શીતળા માતાના મંદિરે શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગો હતી, જ્યાં શ્રદ્ધાળુઓએ શીતળા સાતમ નિમિત્તે શીતળા માતાનું પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી..

મંદિરે દર્શને આવતા શ્રદ્ધાળુઓ માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા-ફુલા, માતાજીની આંખ, જીભ તેમજ ચોટલો પણ ચડાવે છે. પોતાના બાળકોના સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે બાળકની માતાઓ માતાજી પાસે પ્રાર્થના કરે છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ અલગ-અલગ બાધાઓ રાખે છે. જેવી કે, પગપાળા આવવું, દંડવત કરતું આવું કે, ઠંડુ ખાવાનું જેવી બાધાઓ હોય છે. આ મંદિરે આજુબાજુના ગામડાના તેમજ શહેરના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે, અને માતાજીના આર્શીવાદ મેળવે છે. આ સ્થળે શ્રાવણ મહિનાની સાતમ, આઠમ, નોમ અને દસમ એમ 4 દિવસ મોટો મેળો પણ ભરાય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આ મેળો માણવા ઉમટી પડે છે.

Latest Stories