જૂના તવરા ગામ સ્થિત ચિંતનાથ મહાદેવ મંદિરનો મહિમા
ચિંતનાથ મહાદેવના દર્શન કરવા ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર
ચિંતનાથ મહાદેવ મંદિરના 17મા પાટોત્સવની ભવ્ય ઉજવણી
પાટોત્સવ નિમિત્તે મંદિરને ભવ્ય લાઇટિંગ-ફૂલોનો શણગાર
વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો સમસ્ત ગ્રામજનોએ લ્હાવો લીધો
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ સ્થિત ચિંતનાથ મહાદેવ મંદિરના 17મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો સમસ્ત ગ્રામજનોએ લ્હાવો લીધો હતો.
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરના 17મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ચિંતનાથ મહાદેવ મંદિરને ભવ્ય લાઇટિંગ અને રંગબેરંગી ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો.
વહેલી સવારે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો હતો. તો બીજી તરફ, શ્રીફળ હવન, મહાપ્રસાદી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા સહિત સમસ્ત ગ્રામજનોએ ચિંતનાથ મહાદેવ મંદિરના 17મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.