પાકિસ્તાનમાં હિન્દુ અને મુસ્લિમ સમાજની આસ્થાનું કેન્દ્ર હિંગળાજ માતાનું મંદિર, માતાનું બીજું રૂપ ભારતમાં તનોટના નામથી પણ પ્રખ્યાત

New Update
પાકિસ્તાનમાં હિન્દુ અને મુસ્લિમ સમાજની આસ્થાનું કેન્દ્ર હિંગળાજ માતાનું મંદિર, માતાનું બીજું રૂપ ભારતમાં તનોટના નામથી પણ પ્રખ્યાત

માઁ આધ્યાશક્તિની પૂજાનો મહાન તહેવાર શારદીય નવરાત્રી 15 ઓક્ટોબર, રવિવારથી શરૂ, આ વર્ષે નવરાત્રીમાં કોઇ ક્ષય તિથી નથી,તેથી આ તહેવાર 9 દિવસ સુધી ચાલશે. 23 તારીખે મહાનવમી અને 24મીએ માતાજીના દશેરાની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે દેવી દુર્ગાનું વાહન હાથી છે. માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે.

નવરાત્રીનો પ્રારંભ 15 ઓક્ટોબરે સૂર્ય-બુધના બુધાદિત્ય યોગ સાથે થશે. આ બંને ગ્રહ કન્યા રાશિમાં રહેશે. નવરાત્રી અને બુધાદિત્ય યોગની શરૂઆતના કારણે રવિવાર પૂજા માટે શુભ દિવસ રહેશે. માતાજીનાં નવલા નોરતાની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે વાત કરીયે માઁ જગતજનની જગદંબાના 51 શક્તિપીઠો જે સમગ્ર દુનિયામાં આવેલા છે, ભક્તોની આસ્થા અને શ્રદ્ધા દરેક જગત મંદિરો સાથે જોડાયેલી છે, ત્યારે માતાજીના એવા શક્તિપીઠ વિષેની વાત છે કે અહી હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો પણ માને છે.

તો વાત કરીયે હિંગળાજ માતાજીનાં મંદિર સાથે જોડાયેલ તથ્ય વિષે…


હિંગળાજ માતાજીનું મંદિર ક્યાં આવેલું છે, કહેવાય છે કે માઁ હિંગળાજનું મંદિર પાકિસ્તાનના બલૂચિસ્થાન પ્રાંતમાં હિંગળાજ અને હિંગોળ નદીના તટ પર આવેલૂ છે આ મંદિર, એવું માનવમાં આવે છે કે 2 હજાર વર્ષ પહેલા પણ અહિ જ સ્થિત હતું. આ પ્રાચીન મંદિર દેવી સતીના 51 શક્તિપીઠ માથી એક માનવમાં આવે છે, આ મંદિર સુધી પહોચવા માટે પાકિસ્તાનના બલૂચિસ્થાન પ્રાંતમાથી નીકળીને જવું પડે છે, અહી હિંગોળનદીના તટ પર રેગિસ્થાનમાં આવેલું છે, કેમ કે આ મંદિર પહાડોમાથી બનેલ એક ગુફામા બનેલું અહી કોઈ દરવાજો નથી, અહી માતા સતી કોટટારી રૂપ અને ભગવાન ભોલેનાથ ભીમલોચનના રૂપમાં બિરાજે છે. માતા હિંગળાજ માત્ર કરાચી કે પાકિસ્તાનમાં જ નહીં પરંતુ પૂરા ભારત દેશમાં નવરાત્રીના દિવસોમાં માતાજીની ઉપાસના માટે વિશેષ આયોજન કરવામાં આવે છે, ત્યાં આ 9 દિવસ ભક્તોની ચહલ પહલ ભક્તોને સ્વર્ગની અનુભૂતિ કરાવે છે, હિંગળાજમાના મંદિરની આસપાસ શ્રી ગણેશ, મહાકાળી , બ્રમહકુંડ અને ચીર કુંડ જેવા ધાર્મિક સ્થાનો આવેલા છે.

કેવી રીતે થઈ માતા સતીની ઉત્પતિ..


માતા હિંગળાજની ઉત્પતિ જ્યારે મહાદેવ શિવ દેવી સતીના વિયોગમાં એના પાર્થિવદેહને લઈને 3 લોકોનું ભ્રમણ કરવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ તેના સુદર્શન ચક્રથી દેવી સતીના દેહને 51 ભાગમા કર્યા સુદર્શન ચક્રથી માતાજીનો બ્રમહરંદ એટ્લે કે માથાવાળો ભાગ જ્યાં પડ્યો જ્યાં આજે હિંગળાજ માતાના નામથી ઓડખે છે, માતા હિંગળાજને આધ્યશક્તિ અને માઁ શક્તિ માનવમાં આવે છે. તથા સમસ્ત ભાગને માતાના શક્તિપીઠના રૂપમાં માનવમાં આવે છે.

માઁ હિંગળાજના દર્શન માટે કઈ રીતે જવું..


આ શક્તિપીઠની યાત્રા મારે 2 માર્ગ આવેલા છે, ખની પહાડીથી અને બીજો મુરૂસ્થલી પરથી રસ્તો જાય છે, કરાચીથી 6, 7 માઈલ ચાલીને હાઉ નદીથી માતા હિંગળાજની યાત્રા શરૂ થાય છે, અહી પર સપત ગ્રહણની ક્રિયા કરવામાં આવે છે, અને અહી પર્યટનોના પાછા ફરવા સુધી સન્યાસ ગ્રહણ કરાવવામાં આવે છે, અને અહી છડી પૂજન કરાવવામાં આવે છે, અને અહી યાત્રી વિશ્રામ કર્યા પછી માતા હિંગળાજના મંદિરે જવા માટેની યાત્રા જય હિંગળાજ બોલીને કરે છે, પરંતુ માતાના દર્શન કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ત્યારે વચ્ચે વરસાદીનાળા અને તેની આગળ રેલીની શુષ્ક નદી આવેલી છે, અને તેમય સૌથી મોટી નદી હિંગોળ છે, તેની નજીક ચંદ્રગુપ્ત પહાડ છે, અને હિંગોળ નાદિ અને ચંદ્રગુપ્ત પહાડની વચ્ચે 24 માઈલ જેટલું અંતર આવેલું છે, હિંગોળમાં યાત્રી પોતાના માથાના વાળ કપાવીને પછી પુજા કરે છે. માતા હિંગળાજ ક્યાં ક્યાં નામોથી પ્રચલિત છે, હિંગોળાદેવી, લાલદેવી, અને મુસ્લિમ તેમને નાનીપીર કહે છે, જ્યારે પાકિસ્તાન અસ્તિત્વમાં નોતું ત્યારે ભારતના પશ્ચિમદેશ અફઘાનિસ્થાન અને ઈરાન હતા ત્યારે હિંગળાજ હિંદુઓનું તીર્થસ્થાન હતું, લોકકથા અનુસાર માતા હિંગળાજ મંદિરની સુકામ માન્યતાઓ છે, કથા અનુસાર આ મંદિર ચારણ વંશ તથા રાજપુરોહીત કુળદેવીના રૂપમાં પૂજે છે, અને ચારણમાં આવે માન્યતા છે કે દેવી હિંગળાજનો અવતાર તેની આધ્યશક્તિના રૂપમાં થયો છે. માન્યતાઓ પ્રમાણે ઘોરવી શાખાના વંશ હરિદાસના નગરઠઠામાં ભગવતી હિંગળાજ અવતર્યા હતા, આજે પણ એ માન્યતા પ્રચલિત છે, કે નગરઠઠા હિંગળાજ માતાજીની યાત્રા મૂળ હિંગળાજદેવીની યાત્રા બરાબર માનવમાં આવે છે, અને એ પણ કહેવામા આવે તો ચારણવંશની કુળદેવી અને પૌરાણીક દેવી હિંગળાજ બન્ને એક જ છે, તનોટમાતાને હિંગળાજ દેવીનું બીજું પ્રતિરૂપ માનવમાં આવે છે, હિંગળાજ માતાનું બીજું રૂપ ભારતમાં તનોટના નામથી ઓળખાય છે.


હવે વાત કરીયે તનોટ માતાના મંદિર વિષે તો આ મંદિર આવેલું રાજસ્થાનના જેસલમેરથી આશરે 130 કિમી દૂર આવેલું છે, દેશ વિદેશ આ મંદિર એટલા માટે પ્રખ્યાત થયું કેમ કે જ્યારે ભારત અને પાકિસ્તાનની લડાઈ દરમિયાન 3 હજાર બોમ્બ મંદિર પર ફેકવામાં આવ્યા પરંતુ મંદિરને કઈં પણ ના થયું અને ચોકાવનારી વાત તો એ છે કે, 500થી વધારે બોમ્બ તો મંદિરમાં ફૂટયા પણ નહીં, અને આ બોમ્બ હજુ પણ મંદિરના સંગ્રાહલયમાં રાખેલ છે, માનવમાં આવે છે ભગવાન શ્રી રામ પણ યાત્રા માટે અહી આવ્યા હતા. આ મંદિર ચમત્કારિક કેમ માનવમાં આવે છે, અહીના લોકો અને ભક્તોનું એવું માનવું છે કે, માતા હિંગળાજ અહી પ્રગટ થઈને એક વાર કહ્યું તું કે, જે ભક્ત આ મારા અંગારા પર ચાલશે તેની મનોકામના પૂર્ણ થશે, અને પૂર્વ જ્ન્મના કષ્ટો ભોગવવા નહીં પડે અને ભક્ત આજે પણ માતાના મંદિરની બહાર અંગારા પર ચાલે છે, એ 10 ફૂટ લાંબો હોય છે, તે ઉપરાંત ભક્તો શ્રદ્ધાથી તેના પર ચાલે છે, અને ભક્ત તેના પર ચાલે છે તેને કોઈ કષ્ટ કે પીડા થતી નથી. તથા લોકો તેને ચમત્કાર માને છે.





Latest Stories