IOC એ 2028 ઓલિમ્પિક્સમાં ક્રિકેટ (T20)ને નવી રમત તરીકે સામેલ કરવા માટે આપી મંજૂરી

New Update
IOC એ 2028 ઓલિમ્પિક્સમાં ક્રિકેટ (T20)ને નવી રમત તરીકે સામેલ કરવા માટે આપી મંજૂરી

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ મુંબઈમાં તેના સત્રમાં 2028 લોસ એન્જલસ ગેમ્સમાં ક્રિકેટના સમાવેશને મંજૂરી આપી દીધી છે. 16 ઓક્ટોબરે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં, IOC એ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં ક્રિકેટ (T20) ને નવી રમત તરીકે સામેલ કરવા માટે તેની ઔપચારિક મંજૂરી આપી હતી.

ઓલિમ્પિક 2028માં ક્રિકેટની સાથે બેઝબોલ-સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, સ્ક્વોશ અને લેક્રોસનું પણ આયોજન કરવામાં આવશે. ગયા શુક્રવારે જ આ પાંચેય રમતો અંગે સમજૂતી થઈ હતી. આ બાબતે રવિવારથી મુંબઈમાં છેલ્લી વાતચીત ચાલી હતી અને ત્યારબાદ આજે (સોમવારે) બપોરે આ રમતોને ઓલિમ્પિકમાં સામેલ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

IOC પ્રમુખ થોમસ બેચે અગાઉ કહ્યું હતું કે 2028માં ઓલિમ્પિકમાં બેઝબોલ/સોફ્ટબોલ, ક્રિકેટ (T20), ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ (છગ્ગા) અને સ્ક્વોશનો સમાવેશ કરવા માટે બિડ સબમિટ કરવામાં આવી હતી.

Latest Stories