New Update
માંગનાથમાં આવેલું છે માતાજીનું અનોખું મંદિર
હીરા નગર માતાજીના મંદિરનો છે અનોખો મહિમા
વર્ષમાં માત્ર આસો નવરાત્રીમાં જ ખુલે છે મંદિર
દુર્ગાષ્ટમીના હવન બાદ મંદિર થઇ જાય છે બંધ
નવરાત્રીમાં માતાજીના દર્શન માટે ઉમટે છે ભક્તોની ભીડ
- જૂનાગઢના માંગનાથ વિસ્તારમાં આવેલું હીરા નગર માતાજીના મંદિરનું અનેરૂ મહત્વ છે.આ મંદિરની ખાસિયત એ છે કે મંદિર વર્ષ દરમિયાન માત્ર આસો નવરાત્રીમાં આઠમ સુધી જ ખુલે છે.જૂનાગઢના માંગનાથ વિસ્તારમા આવેલું હીરા નગર મંદિર આશરે સો વર્ષ જૂનું છે. વર્ષ દરમિયાન આ મંદિર આસો નવરાત્રીમાં માત્ર આઠમ સુધી જ ખુલે છે. ત્યારે આઠમના હવન બાદ આ મંદિર ફરી બંધ કરવામાં આવે છે.આ મંદિર માત્ર આસો નવરાત્રીમાં જ ખુલતું હોવાના કારણે માનવ મહેરામણ ઉમટી પડે છે.માતાજી સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાની માન્યતા છે.આ માતાજી હરિદ્વારથી આવી માંગનાથ મંદિર ખાતે તપસ્યા કરી અને આ જ મંદિર ખાતે જીવતા સમાધિ પણ લીધી હોવાનું ભક્તો જણાવી રહ્યા છે.આ મંદિર ખાતે મોટી સંખ્યામાં દર્શન કરી અને ધન્યતા અનુભવે છે.
વધુમાં એવી પણ માન્યતા છે કે આ મંદિરમાં મનોકામના પૂર્ણ કરવા માટે ભક્તો દ્વારા સરસોના તેલના દીવા પ્રગટાવવામાં આવે છે.ત્યારે તેમની મનોકામના પૂર્ણ થતી હોય છે.