Connect Gujarat
ધર્મ દર્શન 

રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આ 6 પ્રકારની રાખડી બાંધતા પહેલા વિચારજો, મળે છે અશુભ ફળ અને નકારાત્મક ઉર્જા.....

રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આ 6 પ્રકારની રાખડી બાંધતા પહેલા વિચારજો, મળે છે અશુભ ફળ અને નકારાત્મક ઉર્જા.....
X

હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનું અનેરું મહત્વ છે. રક્ષાબંધનના દિવસે બહેનો તેના ભાઈઓને રાખડી બાંધે છે. આ રક્ષાસૂત્ર વ્યકતીને ખરાબ નજરથી બચાવે છે અને જીવનમાં સકારાત્મકતા લાવે છે. બીજી બાજુ ભાઈઓ આ દિવસે બહેનની રક્ષાની પ્રતિજ્ઞા લે છે. રક્ષાબંધનનો આ તહેવાર ભાઈ બહેનના સંબંધોને મજબૂત બનાવે છે. તો ચાલો જાણીએ રક્ષાબંધન પર ભાઈઓ માટે કેવા પ્રકારની રાખડી ખરીદવી જોઈએ.

રાખડીના તહેવાર પહેલા જ બજારમાં એકથી એક સુંદર, ટ્રેન્ડી અને ફેશનેબલ રાખડીઓ ઉપલબ્ધ હોય છે. પરંતુ ભાઈના કાંડા પર અમુક પ્રકારની રાખડીઓ બાંધવી અશુભ ગણાય છે. એટલા માટે રાખડી ખરીદતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો. જેથી કરીને ભાઈ બહેનના સંબંધો પર રાખડીનો અશુભ પ્રભાવ ના પડે.

કેવી રાખડી ના બાંધવી જોઈએ....

1. દેવી દેવતાઓના ચિત્રો વાળી રાખડી

મોટા ભાગની બહેનો પોતાના ભાઈની સુરક્ષા માટે અને ભગવાનના આશીર્વાદ માટે દેવી દેવતાઓના ચિત્રો અને ધાર્મિક પ્રતીકો સાથે રાખડી બાંધે છે. પરંતુ એવું માનવામાં આવે છે કે આવી રાખડી ન બાંધવી જોઈએ. કારણ કે દેવી દેવતાઓની રાખડી ભાઈના કાંડા પર અશુધ્ધ થઈ શકે છે. જે ભગવાનનું અપમાન માનવામાં આવે છે.

2. તૂટેલી રાખડી ના બાંધવી જોઈએ

ભાઈઓને ક્યારેય તૂટેલી રાખડી ન બાંધવી જોઈએ. એટલા માટે રાખડી ખરીદતી વખતે સારી રાખડી જોઈને જ ખરીદવી. કારણ કે તૂટેલી રાખડી બાંધવી અશુભ છે.

3. રાખડીનો રંગ

ભાઈઓએ કાળા કે વાદળી રંગની રાખડી ના બાંધવી જોઈએ. હિન્દુ ધર્મમાં શુભ કર્યો દરમિયાન કાળો રંગ અશુભ માનવામાં આવે છે. આનાથી વ્યકતીના જીવન પર નકારાત્મક અસર થાય છે. લાલ, પીળો કે ગુલાબી રંગની રાખડી શુભ માનવામાં આવે છે.

4. પ્લાસ્ટિકની રાખડી

ભાઈના કાંડા પર પ્લાસ્ટિકની રાખડી ના બાંધવી જોઈએ. પ્લાસ્ટિક અશુભ વસ્તુઓમાં આવે છે. એટલા માટે પ્લાસ્ટિકની રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે.

5. અશુભ ચિન્હોવાળી રાખડી ના બાંધો

રાખડી કરીદતી વખતે એ બાબતનું ખાસ ધ્યાન રાખો કે રાખડીમાં કોઈ અશુભ સંકેત ના હોવો જોઈએ. ક્રોસ, હાફ સર્કલ રાખડીઓ ના લો. ભલે બાળકોને કાર્ટૂન વાળી રાખડીઓ ખૂબ જ પસંદ આવે છે પરંતુ આવી રાખડીઓથી બાળકો પર ખરાબ અસર પડે છે.

રક્ષાબંધનના દિવસે તમારા ભાઈને બંગડી, ફૂલ, રેશમી દોરો અથવા મોતિની રાખડીઓ બાંધી શકો છો. આ સરક્ષણ સૂત્ર ભાઈઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Next Story