આજે  6 જૂન શનિ જયંતી, જરૂરિયાતમંદોની મદદ કરવાથી શનિ દેવ થાય છે પ્રસન્ન

શનિદેવ ભારતીય જયોતિષ વિજ્ઞાન અનુસાર સાત ગ્રહો માનો એક ગ્રહ ગણવામાં આવે છે. શનિદેવને શનિવાર ના દેવ પણ ગણવામાં આવે છે.

author-image
By Connect Gujarat
New Update
shanidev

હિંદુ કેલેન્ડર મુજબ આજે 6 જૂન એક ખાસ દિવસ છે. આ દિવસે શનિ જયંતિ, જેઠ અમાસ અને વટ સાવિત્રી વ્રત ત્રણેય એક સાથે થાય છે.

શનિદેવ ભારતીય જયોતિષ વિજ્ઞાન અનુસાર સાત ગ્રહો માનો એક ગ્રહ ગણવામાં આવે છે. શનિદેવને શનિવાર ના દેવ પણ ગણવામાં આવે છે. તેઓને સૂર્યના પુત્ર અને યમના મોટાભાઈ માનવામાં આવે છે. શનિનો અર્થ થાય છે: મંદ અર્થાત્ ધીમી ગતિ સૂર્યની પ્રદક્ષિણા કરતા શનિને ૩૦ વર્ષ જેટલો સમય લાગે છે.

પૌરાણિક કથાઓ અનુસાર, શનિ મહારાજનો જન્મ સાયન મિથુનના સૂર્યમાં અને મિથુનના ચંદ્રમાં જયારે સૂર્ય ચંદ્ર સમકક્ષમાં થતાં વૈશાખ વદ અમાસે થયો હતો. જેના ઉપર શનિની પાપદ્રષ્ટિ પડે અથવા જન્મ રાશિથી ૪-૮ સ્થાનમાં શનિ ભ્રમણ કરે અથવા પોતાની રાશિથી ૧૨-૧-૨ સ્થાનમાં ભ્રમણ કરે ત્યારે નાની-મોટી પનોતી આવે છે અને જીવનમાં મહાદુ:ખ, કષ્ટ, હાનિ અને રાજાને રંક બનાવી દે છે. દા.ત. ભગવાન શ્રીરામને શનિની સાડાસાતીમાં વનવાસ ભોગવવો પડયો, રાવણ ઉપર શનિની ક્રૂર દૃષ્ટિ પડતાં લંકા વિનાશ; રાજા હરિશ્ચંદ્રને સ્ત્રી, પુત્ર, રાજપાટવિયોગ; નળરાજાનું પતન તથા વિક્રમાદિત્ય ઉપર ક્રૂર દૃષ્ટિ શનિની પડતાં સાડાસાતીમાં રાજગાદી ભ્રષ્ટ થઇ.

શનિની આરાધના માટે મંત્રોનો કરો જાપ :

હ્રીં નિલાંજન્ સમાભાસં રવિપુત્ર યમાગ્રજમ્ ।
છાયા માર્તંડ શમ્ભુતમ્ તં નમામિ શનૈશ્ચરમ્ ॥

सूर्य पुत्रो दीर्घ देहो विशालाक्षः शिवप्रियः।
मन्दचारः प्रसन्नात्मा पीडां हरतु मे शनिः ॥

શનિ ચાલીસા અને શનિ આરતી કરવી :

શનિ જયંતિના દિવસે સ્નાન ક્રિયા પછી  શનિદેવને પ્રણામ કરો અને મનમાં તેમનું ધ્યાન કરો. આ દિવસે શનિ ચાલીસાનો પાઠ કરો. તલના તેલ અને સરસવના તેલના દીવાથી શનિદેવની આરતી કરો. એવું માનવામાં આવે છે કે આ દિવસે શનિ ભગવાનની સ્તુતિ કરીને પ્રસન્ન થાય છે અને વ્યક્તિને મનગમતું ફળ આપે છે.

શનિદેવને આ વસ્તુઓ કરો અર્પણ 

શનિ જયંતિના દિવસે  શનિ દેવની પુજા તો થાય જ છે સાથે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજાને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પૂજા દરમિયાન પૂજા સામગ્રીની સાથે કમળના ફૂલ, ગોમતી ચક્ર, પીળી ગાય,  કમળની માળા, વગેરે ભગવાન શ્રી હરિને અર્પણ કરવા જોઈએ. આ બધી વસ્તુઓને પૂજામાં સામેલ કરવાથી ભગવાન વિષ્ણુ પણ માતા લક્ષ્મીથી પ્રસન્ન થાય છે. તેની સાથે જ શનિદેવની કૃપા પણ થાય છે એવી માન્યતા છે

Latest Stories