Connect Gujarat
ધર્મ દર્શન 

આજે ભાઈભીજ, ભાઈના લાંબા આયુષ્ય માટે બહેન કરે છે યમરાજની પુજા, જાણો પૂજા વિધિ અને મહત્વ.....

એક ધાર્મિક માન્યતા છે કે કારતક માસના શુક્લ પક્ષની બીજી તારીખે ભગવાન યમ પોતાની બહેન યમુનાના ઘરે ગયા હતા..

આજે ભાઈભીજ, ભાઈના લાંબા આયુષ્ય માટે બહેન કરે છે યમરાજની પુજા, જાણો પૂજા વિધિ અને મહત્વ.....
X

દર વર્ષે કારતક માસના સુદ પક્ષની બીજી તિથિએ ભાઈબીજ ઉજવવામાં આવે છે. તેને યમ દ્વિતિયા પણ કહેવામાં આવે છે. ભાઈ-બહેનના સંબંધોનું પ્રતીક ભાઈ બીજ, સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે. તમામ જગ્યાએ ભાઈબીજ માટેની અલગ અલગ માન્યતાઓ પ્રવર્તી રહી છે. ઉત્તર ભારતમાં બહેનો ભાઈઓને તિલક અને અક્ષત લગાવીને નારિયેળ ભેટમાં આપે છે. પૂર્વીય ભારતમાં બહેનો શંખનાદ પછી તિલક લગાવીને ભેટ આપે છે. આ દિવસે બહેનો ભાઈઓના દીર્ઘાયુ માટે વ્રત કરે છે અને ભોજન કરાવ્યા પછી વ્રત ખોલે છે. આ શુભ અવસર પર બહેનો ભાઈના કપાળ પર તિલક કરે છે અને હાથમાં રક્ષા સૂત્ર બાંધે છે. ભાઈઓ પણ તેમની બહેનોને ભેટ આપે છે. જ્યોતિષીઓના મતે ઉદયા તિથિ સનાતન ધર્મમાં માન્ય છે. તેથી, ઉદયા તિથિ પર તહેવારની ઉજવણી કરવી શુભ છે. જો તમે પણ ભાઈબીજની તિથિને લઈને મૂંઝવણમાં હોવ તો ભાઈબીજનું શુભ મુહૂર્ત નોંધી લો....

· શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર કારતક માસના સુદ પક્ષની પ્રતિપદા તિથિ 14 નવેમ્બરે બપોરે 02.36 કલાકે છે. આ પછી દ્વિતિયા તિથિ શરૂ થશે. કારતક માસના શુક્લ પક્ષની દ્વિતિયા તિથિ 14મી નવેમ્બરે બપોરે 02:36 વાગ્યાથી શરૂ થઈને બીજા દિવસે એટલે કે 15મી નવેમ્બરે બપોરે 01:47 વાગ્યા સુધી ચાલે છે. આ તહેવાર દિવસ દરમિયાન ઉજવવામાં આવે છે. તેથી, 14 નવેમ્બરના રોજ બપોરથી, બહેનો તેમના ભાઈના કપાળ પર તિલક લગાવે છે અને રક્ષાસૂત્ર બાંધે છે. એકંદરે, અનુકૂળતા મુજબ, તમે 14મી નવેમ્બરથી 15મી નવેમ્બર સુધી બપોરે 01:47 વાગ્યા સુધી ભાઈબીજ ઉજવી શકો છો

· તિલક માટે શુભ સમય

ભાઈબીજના દિવસે તિલક માટેનો શુભ સમય બપોરે 01:10 થી 03:19 સુધીનો છે. આ સમય દરમિયાન, બહેનો તેમના ભાઈના સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી શકે છે. આ દિવસે યમ દ્વિતિયા પણ મનાવવામાં આવશે. એક ધાર્મિક માન્યતા છે કે કારતક માસના શુક્લ પક્ષની બીજી તારીખે ભગવાન યમ પોતાની બહેન યમુનાના ઘરે ગયા હતા..

· ભાઈબીજની પૌરાણિક કથા

સ્કંદપુરાણ અનુસાર ભગવાન સૂર્ય અને તેમના પત્ની સંજ્ઞાને બે સંતાન હતા. યમરાજ પાપીઓને દંડ આપતા હતા. યમુના મનથી પવિત્ર હતા અને તે લોકોને દુખી જોઈ શકતા નહોતા, આ કારણોસર તે ગોલોકમાં રહેતા હતા. એક દિવસ યમુનાએ તેના ભાઈ યમરાજને ગોલોકમાં ભોજન માટે આમંત્રણ આપ્યું, તો બહેનના ઘરે જતા પહેલા યમરાજે નરકવાસીઓને મુક્ત કરી દીધા હતા.

બીજી કથા અનુસાર ભગવાન કૃષ્ણએ રાક્ષસ નરકાસુરને હરાવ્યા પછી તેમની બહેન સુભદ્રાને મળવા માટે ગયા હતા. ત્યારથી આ દિવસને ભાઈબીજ તરીકે ઊજવવામાં આવે છે. માનવામાં આવે છે કે, સુભદ્રાની જેમ ભાઈના માથા પર તિલક લગાવીને સત્કાર કરવાથી ભાઈ અને બહેન વચ્ચેનો પ્રેમ ગાઢ થાય છે. આ દિવસે ભાઈ અને બહેને યમુનામાં સ્નાન કરવાની માન્યતા છે. આ દિવસે શ્રદ્ધાપૂર્વક પાપોની માફી માંગવામાં આવે તો યમરાજ ક્ષમા કરી દે છે.





Next Story