આજે રમા એકાદશી સાથે વાકબારસની પણ ઉજવણી,વાંચો વાક બારસનો શું છે મહિમા

દિવાળી એટલે એ તહેવાર કે જેની સમગ્ર વર્ષ આપણે સૌ આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ. કારણ કે દીપથી ઘરને સજાવવાનો આ અવસર આપણા જીવનને પણ અજવાશથી ભરી દેતો હોય છે

New Update
vishnu
દિવાળી એટલે એ તહેવાર કે જેની સમગ્ર વર્ષ આપણે સૌ આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ. કારણ કે દીપથી ઘરને સજાવવાનો આ અવસર આપણા જીવનને પણ અજવાશથી ભરી દેતો હોય છે અને આ ઉત્સવના પ્રારંભની ઘડી એટલે જ વાક બારસ કે જેને આપણે વાક બારસ, વસુ બારસ અને ગોવત્સ દ્વાદશીના નામે પણ ઓળખીએ છીએ. આજે વાઘબારસ પર્વ ઊજવાશે. આ દિવસે રમા એકાદશી પણ ઊજવવામાં આવશે. વિષ્ણુજી અને લક્ષ્મીજી સાથે ગાયની અને તેના વાછરડાની પણ પૂજા કરો. ગોવસ્ત બારસ ગાયના પ્રત્યે શ્રદ્ધા પ્રકટ કરવાનો દિવસ છે.આ વ્રત શા માટે કરવામાં આવે છે તેને લઈને ઘણી માન્યતાઓ છે. આ વખતે ગોવત્સ દ્વાદશી પર ઘણા શુભ યોગ બની રહ્યા છે, જેના કારણે તેનું મહત્વ વધુ વધી ગયું છે.
વાકબારસને આપણે મોટાભાગે લોકોને વાઘબારસ બોલતા પણ સાંભળીએ છીએ, અહીં વાક્ એટલે વાણીની વાત છે. વાકએ વાચાની દેવી મા સરસ્વતીની પૂજાની વાત છે. મા સરસ્વતી આપણી વાચા, ભાષાને સારી રાખે, આપણી વાણીથી કોઈની લાગણી ન દુભાય તે માટે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે મા લક્ષ્મીની પૂજા કરતા પહેલા મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. વાક્ શબ્દ લોકબોલીમાં વાઘ થઈ ગયો અને ત્યારબાદ આ તહેવારમાં વાઘને સંદર્ભમાં રાખી વાઘ બારસ તરીકે પણ ઓળખાવા લાગ્યો
વાક્ બારસ કે વાઘ બારસ? વાઘ શબ્દ સાંભળતા જ એમ થાય કે વાઘની વાત કરવામાં આવી રહી છે, વાક્ નું અપભ્રંશ કરીને લોકોએ વાઘ કરી નાંખ્યુ છે. વાક્ શબ્દનો અર્થ વાણી,વાચા કે ભાષા થાય છે. અને વાધના સંદર્ભે આખો તહેવાર વાઘ બારસ તરીકે ઓળખવામાં માંડ્યો.