આવતી કાલે મોક્ષદા એકાદશી ,કરો આ દિવસે ભગવાન વિષ્ણુ અને કૃષ્ણની વિષેશ પૂજા...

મોક્ષ આપનારી એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામા આવે છે, શ્રી કૃષ્ણે અર્જુનને આ વ્રતની કથા સંભળાવી હતી

New Update
આવતી કાલે મોક્ષદા એકાદશી ,કરો આ દિવસે ભગવાન વિષ્ણુ અને કૃષ્ણની વિષેશ પૂજા...

વર્ષની છેલ્લી એટ્લે કે 2023માં 23માં ડિસેમ્બરને શનિવાર છે, આ દિવસ માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીને મોક્ષદા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે, આ દિવસ અને તારીખને ગીતા જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે, એકાદશીનું વ્રત 2 દિવસ ઉજવવામાં આવનાર છે, એક 22 અને 23, કહેવાય છે કે શાસ્ત્રો તો ઘણા છે પરંતુ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે ક જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે.

મોક્ષ આપનારી એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામા આવે છે, શ્રી કૃષ્ણે અર્જુનને આ વ્રતની કથા સંભળાવી હતી, મહાભારતના સમય પહેલાથી આ કરવામાં આવે છે. માગશર મહિનાના દેવતા ભગવાન વિષ્ણુ છે, તેથી આ દિવસે ભગવાનના કેશવ સ્વરૂપની પૂજા કરવાની પરંપરા શાસ્ત્રોમાં દર્શાવવામાં આવી છે. આ તિથિએ ભગવાન વિષ્ણુની સાથે શ્રી કૃષ્ણની પણ પૂજા પણ કરવામાં આવે છે.

પૌરાણિક માન્યતા અનુસાર માગશર મહિનાના શુક્લ પક્ષની મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ પોતાના જીવનમાં જાણ્યે-અજાણ્યે થયેલા તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે અને આ વ્રત કરવાથી પિતૃઓને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી આ વ્રત મોક્ષ આપનારું માનવામાં આવે છે. આ મહિનાના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ છે. પુરાણોમાં આ મહિનામાં કૃષ્ણની પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે. તે જ સમયે, દ્વાપર યુગમાં પાંડવો અને કૌરવો વચ્ચેના મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, તે દિવસે માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશી હતી, તેથી આ વ્રતનું મહત્વ વધુ માનવમાં આવે છે. તેથી આ વ્રતમાં ભગવાન વિષ્ણુની સાથે સાથે ભગવાન કૃષ્ણની પૂજાનું વિશેષ મહત્વ છે.

આ વ્રતમાં કરવાની પુજા વિધિ :-

- સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન કરી અને સૂર્યને જળ અર્પણ કરવામાં આવે છે.

- તુલસીને જળ ચડાવી અને , ભગવાન વિષ્ણુ અને ક્રુષ્ણની પુજા કરવામાં આવે છે.

- પુજા કરતી વખતે ભગવાનને ધૂપ-દીપ અને પ્રસાદ અર્પણ કરો.

- જરૂરિયાતમંદોને દાન કરવું

Read the Next Article

દ્વારકા : નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે શ્રાવણ માસની શરૂઆત સાથે જ ભક્તો બન્યા શિવમય,મંદિર પરિસર શ્રદ્ધાળુઓથી ઉભરાયુ

નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.અને ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.નાગેશ્વર ખાતે ભગવાન ભોળાનાથની 85 ફૂટ ઉંચી પ્રતિમા છે

New Update
  • શિવમય શ્રાવણનો પ્રથમ દિવસ

  • નાગેશ્વર ધામમાં ગુંજ્યો શિવનો નાદ

  • નાગેશ્વર મહાદેવના દર્શન માટેનો થનગનાટ

  • વહેલી સવારથી જ ભક્તોની લાગી લાંબી કતાર

  • મહાદેવજીના દર્શનથી ભક્તોએ અનુભવી ધન્યતા  

દ્વારકા જિલ્લાના 12 જ્યોતિર્લિંગ પૈકીના એક નાગેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ દિવસથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.અને નાગેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

દ્વારકા જિલ્લાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે આજે શ્રાવણ માસની શરૂઆત થતાં ભક્તો ભોળાનાથના દર્શન માટે ઉમટ્યા હતા.નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.અને ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.નાગેશ્વર ખાતે ભગવાન ભોળાનાથની 85 ફૂટ ઉંચી પ્રતિમા છે.આ મંદિરનું નિર્માણ પ્રસિદ્ધ સંગીતકાર સ્વ.ગુલશન કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

અહીં નાગેશ્વર ખાતે નાગ નાગણીના જોડા ચડાવવાનો વિશેષ મહિમા છે.શ્રાવણ માસમાં ખાસ ભક્તો ભારત ભરમાંથી આ 12 જ્યોતિર્લિંગ પૈકીના એક એવા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શને આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. કહેવાય છે કે અહીં ભક્તો શ્રદ્ધા ભાવ સાથે દર્શને આવે છે,અને દર્શન માત્રથી મનુષ્ય જીવનું કલ્યાણ થાય છે. તેમજ શ્રાવણ માસમાં પૂજાનું  વિશેષ મહત્વ છે,ત્યારે દર્શને આવતા ભક્તો અહીં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે.

નાગેશ્વર મંદિર દ્વારકાની સીમમાં આવેલું પ્રસિદ્ધ હિન્દુ શિવ મંદિર છે.તે દ્વાદશ 12 જ્યોતિર્લિંગમાનું એક છે.નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે.ત્યારે શ્રાવણ માસમાં જ્યોતિર્લિંગના દર્શનનું પણ અનેરું મહત્વ છે.ત્યારે શિવભક્તો નાગેશ્વર ધામના દર્શન કરીને મનની શાંતિ સાથે ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે.