વર્ષની છેલ્લી એટ્લે કે 2023માં 23માં ડિસેમ્બરને શનિવાર છે, આ દિવસ માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીને મોક્ષદા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે, આ દિવસ અને તારીખને ગીતા જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે, એકાદશીનું વ્રત 2 દિવસ ઉજવવામાં આવનાર છે, એક 22 અને 23, કહેવાય છે કે શાસ્ત્રો તો ઘણા છે પરંતુ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે ક જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે.
મોક્ષ આપનારી એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામા આવે છે, શ્રી કૃષ્ણે અર્જુનને આ વ્રતની કથા સંભળાવી હતી, મહાભારતના સમય પહેલાથી આ કરવામાં આવે છે. માગશર મહિનાના દેવતા ભગવાન વિષ્ણુ છે, તેથી આ દિવસે ભગવાનના કેશવ સ્વરૂપની પૂજા કરવાની પરંપરા શાસ્ત્રોમાં દર્શાવવામાં આવી છે. આ તિથિએ ભગવાન વિષ્ણુની સાથે શ્રી કૃષ્ણની પણ પૂજા પણ કરવામાં આવે છે.
પૌરાણિક માન્યતા અનુસાર માગશર મહિનાના શુક્લ પક્ષની મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ પોતાના જીવનમાં જાણ્યે-અજાણ્યે થયેલા તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે અને આ વ્રત કરવાથી પિતૃઓને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી આ વ્રત મોક્ષ આપનારું માનવામાં આવે છે. આ મહિનાના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ છે. પુરાણોમાં આ મહિનામાં કૃષ્ણની પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે. તે જ સમયે, દ્વાપર યુગમાં પાંડવો અને કૌરવો વચ્ચેના મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, તે દિવસે માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશી હતી, તેથી આ વ્રતનું મહત્વ વધુ માનવમાં આવે છે. તેથી આ વ્રતમાં ભગવાન વિષ્ણુની સાથે સાથે ભગવાન કૃષ્ણની પૂજાનું વિશેષ મહત્વ છે.
આ વ્રતમાં કરવાની પુજા વિધિ :-
- સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન કરી અને સૂર્યને જળ અર્પણ કરવામાં આવે છે.
- તુલસીને જળ ચડાવી અને , ભગવાન વિષ્ણુ અને ક્રુષ્ણની પુજા કરવામાં આવે છે.
- પુજા કરતી વખતે ભગવાનને ધૂપ-દીપ અને પ્રસાદ અર્પણ કરો.
- જરૂરિયાતમંદોને દાન કરવું