આવતી કાલે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, જાણો ચંદ્રગ્રહણથી કોને થશે લાભ અને કોને રહેવું પડશે સાવચેત.....

વર્ષનું છેલ્લું અને બીજું ચંદ્રગ્રહણ શરદપૂર્ણિમાના રોજ એટલે કે આવતી કાલે 28 ઓક્ટોબર 2023ના રોજ થવાનું છે.

New Update
આવતી કાલે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, જાણો ચંદ્રગ્રહણથી કોને થશે લાભ અને કોને રહેવું પડશે સાવચેત.....

વર્ષનું છેલ્લું અને બીજું ચંદ્રગ્રહણ શરદપૂર્ણિમાના રોજ એટલે કે આવતી કાલે 28 ઓક્ટોબર 2023ના રોજ થવાનું છે. આ આંશિક ચંદ્રગ્રહણ હશે. જે શનિવારે મધ્ય રાત્રે 1:05 કલાક થી 02:24 કલાક સુધી રહેશે. અ સાથે જ સુતક 28મી ઓક્ટોબરે સાંજે 4 કલાકથી શરૂ થશે અને ગ્રહણ સમાપ્ત થયા બાદ સમાપ્ત થશે. જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક રેખામાં આવે છે, તો આવી સ્થિતિમાં ચંદ્ર પૃથ્વીના પડછાયાથી ઢંકાઈ જાય છે. આ રીતે સૂર્યપ્રકાશ ચંદ્ર સુધી ન પહોંચવાને કારણે અંધકાર પ્રવર્તે છે. આને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. વર્ષ 2023નું છેલ્લું ચંદ્રગ્રહણ આંશિક રહેશે.

ચંદ્રગ્રહણ ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં જોવા મળશે

નોંધનીય છે કે આ વર્ષે કુલ બે ચંદ્રગ્રહણ થયા, પહેલું ચંદ્રગ્રહણ 05 મે 2023ના રોજ થયું હતું. વર્ષનું આ છેલ્લું ચંદ્રગ્રહણ એશિયાના મોટાભાગના ભાગો અને ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં જોવા મળશે. ભારતમાં પણ દિલ્હી, પટના, મુંબઈ, કોલકાતા, ઉત્તર પ્રદેશ, બિહાર વગેરે જેવા ઘણા રાજ્યો અને શહેરોમાં દેખાશે. ગ્રહણનો સમય સમગ્ર ભારતમાં સમાન હોવાને કારણે અને ભારતની ધરતી પર સ્પષ્ટ દેખાતો હોવાને કારણે ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિકોણથી પણ તે મહત્વપૂર્ણ છે.

સુતક કાળ દરમિયાન 4 વાગ્યાથી શું કરવું અને શું ન કરવું

સૂતક કાળ અને ગ્રહણ દરમિયાન ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવાની મનાઈ છે. આ સમયે ખાવું, પીવું, સૂવું, નખ કાપવું, રસોઈ બનાવવી, તેલ લગાવવું વગેરે પણ વર્જિત છે. ચંદ્રગ્રહણના સુતક સમયગાળા દરમિયાન દાન અને જાપ વગેરેનું મહત્વ માનવામાં આવે છે.પવિત્ર નદીઓ અથવા તળાવોમાં સ્નાન કરવામાં આવે છે.મંત્રોના જાપ કરવાથી જલ્દી લાભ મળે છે અને આ સમયે મંત્ર સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.આ સમય દરમિયાન જો તીર્થયાત્રા, સ્નાન, હવન અને ધ્યાન વગેરે જેવા શુભ કાર્યો કરવામાં આવે તો તે શુભ અને લાભદાયક સાબિત થાય છે.

Latest Stories