પરણેલી સ્ત્રીઓના કપાળ પર ચાંદલો શું સૂચવે છે ?

મહિલાઓના કપાળ પર ચાંદલો લગાવવા પાછળ એક વિશેષ ધાર્મિક માન્યતા રહેલી છે. સ્ત્રીઓના કપાળ પર બિંદી તે સોળ શ્રૃંગાર સાથે સંબંધિત છે. કપાળ પર બિંદી લગાવવી ફરજિયાત છે

New Update
કપલ

હિન્દુ સ્ત્રીઓના કપાળનો ચાંદલો માત્ર સ્ટાઈલ માટે કે સુંદર દેખાવા પૂરતો સીમિત નથી. એના પણ અમુક મહત્વ છે.  આપણાં હિન્દુ ધર્મમાં અનેક પ્રકારની પરંપરાઓ અને માન્યતાઓ છે.

 હિન્દુ સંસ્કૃતિમાં તિલક કરવું ધાર્મિક રીતે ફરજિયાત છે. સ્ત્રી અને પુરૂષ બંને તિલક કરે છે. પરંતુ મહિલાઓના કપાળ પર ચાંદલો લગાવવા પાછળ એક વિશેષ ધાર્મિક માન્યતા રહેલી છે.

 સ્ત્રીઓના કપાળ પર બિંદી તે સોળ શ્રૃંગાર સાથે સંબંધિત છે. તેથી, દરેક પરિણીત મહિલાએ તેના કપાળ પર બિંદી લગાવવી ફરજિયાત છે.

કારણ કે સ્ત્રીના કપાળ પર બિંદી લગ્નની નિશાની માનવામાં આવે છે જેમ કે સિંદૂર, મંગળસૂત્ર અને બંગડીઓ વગેરે. વિવાહિત સ્ત્રીના કપાળ પર બિંદી લગાવવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે . અને સ્ત્રીઓ એ પરંપરા નિભાવે પણ છે.

 ધાર્મિક માન્યતા અનુસાર લાલ રંગની બિંદી લક્ષ્મીજી સાથે સંબંધિત છે. બે ભ્રમરોની વચ્ચે કપાળ પર બિંદી લગાવવામાં આવે છે. આ શરીરનું છઠ્ઠું ચક્ર છે, જેને આજ્ઞા ચક્ર, ભ્રમર ચક્ર અથવા ત્રીજી આંખ પણ કહેવામાં આવે છે. આ ચક્રોનું વર્ણન વેદોમાં પણ જોવા મળે છે.


.

Latest Stories