પવિત્ર માનવામાં આવતા તુલસીજીને ક્યારે અને કેવી રીતે આપવું જોઈએ જળ, જાણો સંપૂર્ણ માહિતી....

તુલસીના છોડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા રહેલી છે. એટલા માટે તુલસીની નિયમિત પુજા કરવી જોઈએ.

New Update
પવિત્ર માનવામાં આવતા તુલસીજીને ક્યારે અને કેવી રીતે આપવું જોઈએ જળ, જાણો સંપૂર્ણ માહિતી....

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેને દેવીનો દરજ્જો મળ્યો છે. આ એક એવો છોડ પણ છે જેના ગુણધર્મો અને ઉપયોગિતાનું સંપૂર્ણ વર્ણન ધાર્મિક અને આયુર્વેદિક ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. તુલસીના છોડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા રહેલી છે. એટલા માટે તુલસીની નિયમિત પુજા કરવી જોઈએ. પણ ધણી વખત તુલસીની પૂજા કરતી વખતે ઘણી એવિ ભૂલો થઈ જાય છે જેનો આપણને અંદાજો પણ હોતો નથી.

તુલસીને કયા સમયે જળ અર્પણ કરવું જોઈએ?

લગભગ બધાના ઘરમાં એક તુલસીનો છોડ તો અવશ્ય હોય છે. ઘણા લોકો સમય મળે ત્યારે તુલસીજીને પાણી આપતા હોય છે. શાસ્ત્રો અનુસાર સુર્યોદય સમયે તુલસીના છોડને જળ અર્પણ કરવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલા માટે સ્નાન કર્યા પહેલા સૂર્યોદય સમયે જળ આપવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે.

તુલસીને કયારે પાણી ના ચડાવવું જોઈએ?

રવિવાર ના દિવસે તુલસીના છોડને પાણી ના ચડાવવું જોઈએ. કારણ કે તે આ દિવસે આરામ કરે છે. આ સિવાય એકાદશીના દિવસે પણ પાણી ના ચડાવવું જોઈએ. આ દિવસે માતા તુલસી વિષ્ણુ સાથે નિર્જળ ઉપવાસ કરે છે.

આ રીતે કરો તુલસીની પુજા:-

નિયમિત રીતે માં તુલસીની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. સ્વ્ચછ તાંબા અને ચાંદીના વાસણમાં પાણી લો. અને તુલસીના છોડના પાયામાં ભક્તિભાવ સાથે ધીમે ધીમે પાણી અર્પણ કરો. સાથે જ તુલસીનો મંત્ર, પ્રાર્થના કે સ્તુતિ પણ બોલવી. 

Latest Stories