બ્રહ્માજીના દેહના બે ભાગ થતાં એક ભાગ પુરુષ અને એક ભાગ નારી રૂપે થયો તે નારી રૂપ ભાગ એટલે માં બ્રહ્માણી માતા,જાણો માતાનો પ્રાગટ્ય ઇતિહાસ..

New Update
બ્રહ્માજીના દેહના બે ભાગ થતાં એક ભાગ પુરુષ અને એક ભાગ નારી રૂપે થયો તે નારી રૂપ ભાગ એટલે માં બ્રહ્માણી માતા,જાણો માતાનો પ્રાગટ્ય ઇતિહાસ..

હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે. ત્યારે લોકો ભક્તિભાવ પૂર્વક માતાજીની આરાધના કરે છે અને સૌ કોઈ માતાજીનાં રંગે રંગાઈ જાય છે. ત્યારે આજે આપણે વાત કરીએ બ્રહ્માજીના અંશ એવા બ્રહ્માણી માતાજીના પ્રાગટ્ય વિષે.


  સૃષ્ટિનું સર્જન કરતા બ્રહ્માજીના તપથી તેમના શરીરના બે ભાગ થઈ ગયા, એક અર્ધ ભાગ પુરુષ અને બીજો અર્ધ ભાગ નારી રૂપે થયો. તે નારી રૂપ ભાગ એટલે સતરૂપા, સરસ્વતી, ગાયત્રી અને બ્રહ્માણી માતા.


ઊંજા તાલુકામાં એક કામલી ગામ આવેલું છે. એવું કહેવાય છે કે આ ગામ વર્ષો જૂનું છે અને 3 થી 4 વાર પૂરના કારણે આ ગામ ઉજ્જળ બન્યુ હતું. વર્ષો પહેલા આ જગ્યાએ સરસ્વતી નદી હતી અને ઋષિઓના આશ્રમો હતા. આ જગ્યાએ બ્રહ્માણી માતાજીનું પુરાણું મંદિર આવેલું છે. ત્યારે આ વન હિડિંબા વન તરીકે ઓળખાતું હતું.



એક દિવસ આ ગામનો ગોવાળ ગાયો ચરાવતો ચરાવતો આ જ્ગ્યાએ આવી પહોચ્યો, તેની ગાયો માંથી એક ગાય વર્ખળાના જુંદ નીચે ઊભી હતી. જેનું દૂધ ત્યાં જ ઝરવા લાગ્યું પણ રબારીને આની ખબર રહી નોતી. આ ગાય હરિસંગ પટેલની હતી.

રબારી ગાયો લઈને ઘરે આવ્યો અને હરિસંગ પટેલ તેની ગાયને દોહવા લાગ્યો પણ દૂધ ના નિકળ્યું, આમ બીજા દિવસે પણ આ જ રીતે તે જ જ્ગ્યા પર ગાયનું દૂધ જરી ગયું. કામલી ગામનો પટેલ બીજા દિવસે ગાય દોહવા બેઠો ત્યારે પણ દૂધ ના નિકળ્યું ત્યારે તેને રબારીને કીધું કે ‘અલ્યા તું મારી ગાયને ચરાવવા લઈ જાસ પણ દૂધ શું કામ કાઢી લેશ’. એટલે રબારીએ કીધું કે હું તમારી ગાયનું દૂધ નથી કાઢતો, તો પટેલ બોલ્યો, તો હું આજે તારી સાથે ગાયો ચરાવવા આવું છું અને મારે જોવું છે કે મારી ગાય દૂધ કેમ દૂધ નથી આપતી, રબારી અને પટેલ ગાયો ચરાવવા ગામને પાદરે આવ્યા. ત્યારે ગાયે પાછું દૂધ ત્યાં જ જરી દીધું આ દ્રશ્ય જોઈ સત્ય સમજાણું. પછી તેને ગામને ભેગું કરી ત્યાં ખોદવાનું શરૂ કર્યું. ખોદતાં ખોદતાં ઘરતીમાંથી લોહીની ધારા વહી એટલે લોકોએ કોઈ ચમત્કાર છે તેમ માની ખોદવાનું બંધ કરી દીધું અને બધા ઘરે જતાં રહ્યા.

એજ રાતે હરિસંગને માતાજી સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે ‘બેટા, હું બ્રહ્માણી માતાજી છું. તારા હાથે મારૂ પ્રાગટય છે તો તું મને બહાર કાઢ અને મારી સ્થાપના કર. મંદિર બનાવી મારી પુજા અર્ચના કર. બીજા દિવસે પટેલે ગામ લોકોને જાણ કરીને માતાજીની પીઠ બનાવી હતી. આવી રીતે માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. આ જ્ગ્યા દૂર જંગલમાં હતી એટલે ગામના લોકો માતાજીને ગામમાં લઈ જવા માંગતા હતા. પરંતુ માતાજીની મંજૂરી ના મળી અને ત્યાં જ ઈંટમાટીનું નાનું મંદિર બાંધવામાં આવ્યું. આ મંદિર સંવત 900 થી 1200 આ સમયગાળામાં દરમિયાન બન્યું હોવાનું મનાય છે.


સમય જતાં સોલંકી યુગે આ માટીના મંદિરની જગ્યાએ પથ્થરોનું મંદિર બનાવ્યું. ઘણા વર્ષો બાદ આ મંદિર જીર્ણોદ્ધાર થતાં માતાજી પાસે રજા માંગી ગામ લોકોએ ભેગા મળીને 2008ના રોજ માતાજીની પુન: પ્રતિષ્ઠા કરી અને હાલના ભવ્ય મંદિરની રચના કરી. આ મંદિર જમદગ્નિ ઋષિની તપોભૂમિમાં આવેલું છે. તેમજ ઘણા વર્ષો પહેલા માતાજી સ્વયંભૂ પ્રગટ્યા હોય તેમની કુળદેવી છે. તેઓ દર્શનાર્થે કામલી ગામે બ્રહ્માણી માતાના દર્શને આવે છે. માતાજીનાં દર્શન, પૂજન અર્ચનથી લોકો પોતાની મનોકામના પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે.  




Latest Stories