Connect Gujarat
ધર્મ દર્શન 

શિવજી ગળામાં સાપ શા માટે પહેરે છે? જાણો તેની પાછળ છે આ ભક્તિ જવાબદાર....

પશુઓ પણ ભગવાન ભોળાનાથના ભક્તિ કરે છે. જેમાં નંદી અને સાપનો સમાવેશ થાય છે. તેથી તે હંમેશા તેના ગળામાં વાસુકિ નામના સાપને ધારણ કરીને બેઠા છે.

શિવજી ગળામાં સાપ શા માટે પહેરે છે? જાણો તેની પાછળ છે આ ભક્તિ જવાબદાર....
X

મહાદેવના ભક્ત આમ તો ઘણા ભક્ત છે. પણ માણસ સિવાય પશુઓ પણ ભગવાન ભોળાનાથના ભક્તિ કરે છે. જેમાં નંદી અને સાપનો સમાવેશ થાય છે. તેથી તે હંમેશા તેના ગળામાં વાસુકિ નામના સાપને ધારણ કરીને બેઠા છે. પણ આની પાછળની ઘટના એવિ છે કે જેના કારણે તેઓ કાયમ પોતાના ગળામાં સાપને ધારણ કરીને બેઠા હોય છે. ભગવાન શિવના ગળામાં સાપનો પણ સમાવેશ થાય છે.

મહાદેવે નાગ દેવતાને તેના ગળામાં સ્થાન આપ્યું છે. એટલુજ નહીં શિવલિંગની સ્થાપના ક્યારેય એકલા નથી થતી. તેની સાથે હંમેશા સર્પદેવતા ચોકકસપણે બિરાજમાન હોય છે. નાગ દેવતા અને નંદિની પૂજા કરવામાં આવે ત્યારે જ નાગદેવતાની પૂજા પૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે નાગપંચમી કાલે એટલે કે 21 ઓગસ્ટ 2023 ને સોમવારે મનાવવામાં આવશે. કાલસર્પ દોશમાંથી મુક્તિ મેળવવા માટે આ દિવસ ખાસ હોય છે. આ સાથે જ રાહુ કેતુ દોષોને દૂર કરવા માટે પણ આ દિવસ ખાસ ગણવામાં આવે છે. નાગપંચમીના દિવસે આ ઉપાયો કરવાથી તમારી તમામ પરેશાનીઓ દૂર થશે.

· આઠ સાપનો ઉલ્લેખ

હિન્દુ ધર્મમાં આઠ સાપનો ઉલ્લેખ છે. એટલે કે 8 સાપને દેવતા માનવામાં આવે છે. નાગરાજ વાસુકિ ભગવાન શિવના ગળામાં રહેલો સાપ છે. જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે વાસુકિ નાગને દોરડાના રૂપમાં મેરુ પર્વતની આસપાસ લપેટીને મંથન કરવામાં આવ્યું હતું. જેના કારણે વાસુકિ નાગનું આખું શરીર લોહીથી લથબથ થઈ ગયું હતું. તેમજ જ્યારે સમુદ્ર મંથનમાંથી હળાહળ ઝેર બહાર આવ્યું ત્યારે ભગવાન શિવે તેનો સ્વીકાર કર્યો હતો. આ સમયે વાસુકિ નાગે પણ ભગવાન શિવની મદદ માટે થોડું ઝેર પીધું હતું. જોકે આ ઝેર લેવાથી ઝેરી સાપને અસર થઈ ના હતી. પરંતુ સાપની ભક્તિ જોઈને ભગવાન શિવ ખૂબ જ ખૂશ થઈ ગયા અને વાસુકિ નાગને ગળે લગાડી લીધો. જો એક વિષધારી નાગ શિવની નજીક પહોચી શકે તો એના પરથી એ વાત કહી શકાય કે ગમે તેવો દુર્જન વ્યકતી પણ જો ભગવાન ભોળાનાથની આરાધના, પૂજા અર્ચના કરે તો શિવજી તેના પર તેની કૃપાદ્રષ્ટિ હમેશા બનાવીને રાખે છે. પછી ભલેને તેનો સ્વભાવ વિશ સમાન હોય.

Next Story