શા માટે ઉજવાય છે રક્ષાબંધનનો પર્વ ? જાણો મહત્વની વાતો

ઘણા બધા તહેવારોમાં આવતો એક તહેવાર રક્ષાબંધન પણ છે. રક્ષાબંધન એટ્લે ભાઈ બહેનનો તહેવાર .જેનું બીજું નામ બળેવ છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે.

New Update
શા માટે ઉજવાય છે રક્ષાબંધનનો પર્વ
Advertisment

આપણો ભારત દેશ તહેવારોનો દેશ છે વિવિધતામાં એકતાનો દેશ છે . આએઙ્ક તહેવારોની ઉજવણી આપણાં દેશમાં રંગે-ચંગે થાય છે. ઘણા બધા તહેવારોમાં આવતો એક તહેવાર રક્ષાબંધન પણ છે. રક્ષાબંધન એટ્લે ભાઈ બહેનનો તહેવાર . જેનું બીજું નામ બળેવ છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે.

Advertisment

બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઇ ખવડાવે છે. ભાઇ બહેનને ભેટ આપે છે.  આ દિવસે બ્રાહ્મણો જનોઇ બદલે છે. માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે. તેથી તેને નારિયેળી પૂનમ પણ કહેવાય છે.રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે. આ જ તો એક વિશેષ દિવસ છે જે ભાઈ-બહેનો માટે બનેલો છે.

ભાઈના જીવનમાં ખુશીઓ આવે તેવી બહેન પ્રાથના કરે છે. અભિમન્યુને કુંતીએ તેને રણમોરચે જતાં પહેલાં રાખડી બાંધી હતી. એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓપત્નીઓભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે. પૌરાણિક કથા અનુસાર દેવાધિદેવ ઈન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારે ઈન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતુંજેથી ઈન્દ્રે વિજય પ્રાપ્ત કર્યો હતો.

 “કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે…” અને પછી કૌરવો સામે સાત કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યો! મેવાડની મહારાણી કર્મવતીએ હુમાયુને રક્ષાબંધન મોકલી ભાઇ બનાવ્યો ! આજના પવિત્ર દિવસે બલિપૂજન કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીને પ્રભુને છોડાવ્યા હતા! રક્ષાબંધન એ બહેન માટે પોતાના વહાલસોયા ભાઇ પ્રત્યેની નિષ્પાપનિર્મળ અને નિઃસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલું પવિત્ર પ્રતીક છે.

બહેનની આ શુભેચ્છા ભાઇના જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક બને છે. રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઇ-બહેનના હેત વધે છેઆયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે અને ધનધાન્ય તથા સંપત્તિની પણ વૃદ્ધિ થાય છે. આ વ્રત કરવાથી ભૂતપ્રેતપિશાચ વગેરેના ત્રાસમાંથી મુક્તિ મળે છે. આ પવિત્ર વ્રત સર્વ રોગોનું નિવારણ કરે છે સાથોસાથ અશુભોનું પણ નિવારણ કરે છે.

 

Latest Stories