ગુજરાતમાં ધુળેટીની ઉજવણીના “રંગમાં પડશે ભંગ” કોરોનાનું વધતું સંક્રમણ બની શકે છે “વિલન”

New Update
ગુજરાતમાં ધુળેટીની ઉજવણીના “રંગમાં પડશે ભંગ” કોરોનાનું વધતું સંક્રમણ બની શકે છે “વિલન”

રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા આજે વડોદરાની મુલાકાતે છે. ત્યારે તેમણે પત્રકાર પરિષદમાં કહ્યુ કે, કોરોનાની પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લઈ રહ્યા છે. નાગરિકો રિલેક્સ થતાં ફરીથી કોરોના કેસ વધ્યા છે. દરરોજ 25 લાખ રૂપિયાના માસ્કના દંડ માટેના કેસ પોલીસ કરી રહી છે. તો આ સાથે જ આ વર્ષે ધૂળેટીની ઉજવણી નહિ કરી શકાય. લોકો ઉજવણી કરવા ભેગા નહિ થઈ શકે. આ અંગે આગામી સમયમાં નિર્ણય લેવાશે.

હાલ ગુજરાતમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. તે વચ્ચે ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ હોળીને લઈને મોટી વાત કરી છે. તેમણે કહ્યું કે, આ વર્ષે કોરોનાને કારણે ધૂળેટીની ઉજવણી નહિ કરી શકાય. લોકો હોળી (Holi 2021) ની ઉજવણી કરવા માટે ભેગા નહિ થઈ શકે.  

Latest Stories