પંજાબના લુધિયાણા કોર્ટ સંકુલમાં થયેલા બ્લાસ્ટમાં એક મહત્વની માહિતી સામે આવી રહી છે. પંજાબ પોલીસે ફોરેન્સિક રિપોર્ટના આધારે કહ્યું છે કે બ્લાસ્ટમાં આરડીએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ કોર્ટ પરિસરમાં થયેલા વિસ્ફોટમાં લગભગ બે કિલોગ્રામ આરડીએક્સનો ઉપયોગ કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે વિસ્ફોટને કારણે પાણીની પાઈપલાઈન ફાટી ગઈ હતી. જેના કારણે મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી ઉડી ગઈ હતી. તમને જણાવી દઈએ કે જે દિવસે બ્લાસ્ટ થયો તે દિવસે કોર્ટમાં હડતાલ ચાલી રહી હતી. વિસ્ફોટમાં સામેલ સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ ગગનદીપના ઘર પર મોડી રાત્રે NIA ટીમ અને પંજાબ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે તપાસ માટે લેબ ટોપ અને મોબાઈલ ફોન કબજે લીધા છે. જણાવી દઈએ કે ગગનદીપ પંજાબ પોલીસનો બરતરફ હેડ કોન્સ્ટેબલ હતો. તે પંજાબના ખન્નાનો રહેવાસી હતો અને બે વર્ષની સજા કાપીને બહાર આવ્યો હતો. વાસ્તવમાં ગુરુવારે લુધિયાણા કોર્ટમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 1નું મોત થયું હતું. જ્યારે 5 લોકો ઘાયલ થયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકે બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
