ઘરે જ બનાવો દિવાળી માટે ફરસાણ, બાળકો હોંશે-હોંશે ખાશે

New Update
ઘરે જ બનાવો દિવાળી માટે ફરસાણ, બાળકો હોંશે-હોંશે ખાશે

દિવાળીમાં મિઠાઇની સાથે-સાથે ફરસાણ પણ બધાંના ઘરે અચૂક બને જ છે. કેટલીક ગૃહિણીઓ ઘરે જ મીઠાઈ બનાવવાનું પસંદ કરે છે. આ માટે મોટાભાગે બધાંના ઘરે શક્કરપારા પણ બનતા જ હોય છે. આ જ લોટમાંથી દેખાવમાં ખૂબજ સુંદર લાગે તેવાં કાજુ બનાવવાની રેસિપિ કનેક્ટ ગુજરાત વાચકો અને ગૃહિણીઓ માટે લાવ્યું છે. સુંદર દેખાવ જોઇ બાળકો હોંશે-હોંશે ખાશે અને મહેમાનોનું સ્વાગત કરશો. આ દિવાળીમાં તમે પણ સરળ રેસિપિથી બનાવો મેંદાનાં નમકીન કાજુ.

મેંદાનાં કાજુ

સામગ્રી :

ચાર કપ મેંદો

અડધો કપ તેલ

એક ચમચી ચાટ મસાલો

એક ચમચી મીઠું

અડધી ચમચી અજમો

અડધી ચમચી જીરું

તળવા માટે તેલ

બનાવવાની સરળ રીત

સૌપ્રથમ એક મોટા બાઉલમાં મેંદો લઈ તેમાં વચ્ચે ખાડો કરી તેલ, મીઠું, જીરું અને અજમો મસળીને નાંખવો. ત્યારબાદ બધું બરાબર મિક્સ કરી લેવું. પછી થોડું-થોડું જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરતાં જાઓ અને એકદમ કડક લોટ બાંધો. ત્યારબાદ લોટને ઢાંકીને 20 મિનિટ સુધી સેટ થવા મૂકી દેવો.

લેટ સેટ થઈ જાય પછી ફરીથી તેને થોડો મસળી લેવો. ત્યારબાદ લોટમાંથી એકસરખા માપના 4 લુવા બનાવવા. લુવા પણ બરાબર મસળી-મસળીને બનાવવા. ત્યારબાદ એક જાડી પૂરી વણી લો. ત્યારબાદ આ પૂરીને બાજુમાં મૂકી બીજી એક આ જ સાઇઝની પૂરી વણો. ત્યારબાદ તેના પર ઘી કે તેલ લગાવી પહેલાં વણીને રાખી હતી એ પૂરી મૂકો અને ફરી પાછી વણી લો. આ રોટલો અડધાથી ઓડો ઓછો સેમી જાડો હોવો જોઇએ. ત્યારબાદ કોઇ શરબતની બોટના ઢાંકણ કે સોટા કોલ્ડ ડ્રિંકના લોખંડના ઢાંકણને રોટલા પર મૂકવું. અડધું ઢાંકણ રોટલા પર મૂકવું અને દબાવવું, એટલે કાજુ જેવો શેપ પડશે. આ જ રીતે એ લાઇનમાં આગળ વધતા રહેવું.

આ જ રીતે આખા રોટલામાંથી કાજુ પાડી દો‘. ત્યારબાદ તળવા માટે તેલ ગરમ કરવા મૂકી બાકીના લોટમાંથી પણ આ રીતે કાજુ પાડી તો. તેલ મિડિયમ ગરમ થાય એટલે અંદર થોડાં-થોડાં કાજુ તળવાં. કાજુ બંને બાજુ ગોલ્ડન બ્રાઉન તળવાં. તળાઇ જાય એટલે તેલ નીતારી એક પ્લેટમાં કાઢી લો. બધાં જ કાજુ થઈ જાય એટલે ઉપર થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરો. કાજુ એકદમ ઠંડાં થઈ જાય એટલે કોઇપણ એરટાઇટ ડબ્બામાં ભરી લો અને એક આખા મહિના સુધી મજા લો.

Latest Stories