શું તમને ક્યારેય પેટમાં ડાબી બાજુ દુખાવો થાય છે. સામાન્ય રીતે વાત કરવામાં આવે તો પેટમાં દુખવું એ એક સામાન્ય બાબત છે, પરંતુ ઘણા લોકોને યારેક ક્યારેક ડાબી બાજુ દુખતું હોય છે. તો આ દુખાવાને ઇગ્નોર ના કરતાં, આ દુખાવો એપેન્ડીક્સનો હોય શકે છે. તો તાત્કાલિક ડોકરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.

એપેન્ડિસાઇટિસમાં પેટની ડાબી બાજુમાં દુખાવો થતો હોય છે. આ દુખાવાથી વ્યક્તિ અનેક રીતે હેરાન થઇ જાય છે. આ દુખાવો પહેલાં નાભિની આસપાસથી શરૂ થાય છે અને પછી ડાબી બાજુ નીચેની સાઇડમાં વધી જાય છે. આ કેસમાં દુખાવો 24 કલાકની અંદર ઝડપથી વધી જાય છે. આ દુખાવો વધતો જાય છે અને તમે સહન કરી શકતા નથી તો સૌથી પહેલાં ડોક્ટરનો સંપર્ક કરો. આ વાતને ઇગ્નોર કરશો નહીં, કારણકે ઘણાં બધા કેસમાં એપેન્ડિક્સ ફાટી પણ શકે છે.

એપેન્ડિક્સના લક્ષણો

· પેટના એક ભાગથી બીજા ભાગમાં અસહ્ય દુખાવો થવો

· કબજિયાતની તકલીફ

· ગેસની સમસ્યા

· તાવ આવવાની સમસ્યા

· પેટમાં સોજો આવવો

· ઊલટી થવી

· સતત ઊબકા આવવા

જાણો રાહત મેળવવાના ઉપાયો

· તમને સતત આ ટાઇપનો દુખાવો થાય છે તો તમે સૌથી પહેલાં ડોક્ટરનો સંપર્ક કરો. આ પરિસ્થિતિમાં ડોક્ટર કેટલાક ટેસ્ટ કરીને આ વિશેની સારવાર કરે છે. આમ વાત કરવામાં આવે તો ઘણી વાર યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન પણ એપેન્ડિસાઇટિસનું એક લક્ષણ હોઇ શકે છે. આ સાથે ઘણી પરિસ્થિતિમાં સીટી સ્કેન, અલ્ટ્રાસાઉન્ડ, લેપ્રોસ્કોપીની તપાસ કરવામાં આવે છે.