અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

આદર્શ બુનિયાદી શાળામાં આયોજન

ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

વિકસિત ભારત અભિયાન અંતર્ગત આયોજન

બાળકોએ ઉત્સાહભેર લીધો ભાગ

અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા ખાતે ‘વિકસિત ભારત-2047’ સેવા સંકલ્પ અભિયાન હેઠળ ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં શાળાના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ  ભવિષ્યના વિકસિત ભારતના વિચારો અને સપનાંઓને સુંદર રીતે રજૂ કર્યા હતા

વિકસિત ભારત ૨૦૪૭’ ના સ્વપ્નને સાકાર કરવાના ભાગરૂપે અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિ સંચાલિત આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા સાથે જોડવા માટે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નગર શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન રમણભાઈ પટેલ સહીત પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા .

આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ચિત્ર દ્વારા વર્ષ 2047 સુધીના વિકસિત ભારતનું પોતાનું સ્વપ્ન રજૂ કર્યું હતું .વિદ્યાર્થીઓએ ચિત્રમાં માત્ર સુંદરતા જ નહીં પરંતુ “વિકસિત ભારત કેવું હોવું જોઈએ?” તેનો સંદેશ પણ દર્શાવ્યો હતો  ચિત્રમાં ભારતીય ધ્વજ, આધુનિક શહેરો, સ્વચ્છ પર્યાવરણ, સોલાર પેનલ, ડ્રોન, રોબોટિક્સ, અવકાશ વિજ્ઞાન, આધુનિક શાળા, ખેડૂતો અને આત્મનિર્ભર ભારત જેવા સંકલ્પોને સર્જનાત્મક રીતે રજૂ કર્યા હતા .આ પ્રસંગે શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા