ભરૂચ: 8 કેન્દ્રો પર 1398 ઉમેદવારોએ GPSCની પ્રિલીમનરી પરીક્ષા આપી, શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ !

ભરૂચ ખાતે 8 કેન્દ્રો ઉપર 1760 ઉમેદવારો નોંધાયેલા હતા 1760 પૈકી 1398 ઉમેદવારોએ હાજર રહી પરીક્ષા આપી હતી અને 362 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા...

New Update
GPSC preliminary exam

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ એક અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ એક અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ ની જગ્યાઓ પર ભરતી માટેની પ્રિલિમનરી પરીક્ષા ભરૂચ ખાતે લેવામાં આવી. 

ભરૂચ ખાતે 8 કેન્દ્રો ઉપર 1760 ઉમેદવારો નોંધાયેલા હતા 1760 પૈકી 1398 ઉમેદવારોએ હાજર રહી પરીક્ષા આપી હતી અને 362 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.આગલા વર્ષોની સરખામણીમાં પરીક્ષામાં ઉપસ્થિતિનું પ્રમાણ આ વર્ષે વધારે જોવા મળ્યું હતું. લગભગ અંદાજિત 79.5 ટકા હાજરીનું પ્રમાણ રહ્યું હતું. પરીક્ષા દરમ્યાન 201 અધિકારી કર્મચારીઓએ  ફરજ બજાવી હતી.ભરૂચ જિલ્લામાં પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.