LRD ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર, હવેથી શારીરિક કસોટીના માર્ક્સ નહીં ગણાય અને 200 માર્કનું હશે પેપર

અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા.

LRD ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર, હવેથી શારીરિક કસોટીના માર્ક્સ નહીં ગણાય અને 200 માર્કનું હશે પેપર
New Update

LRD ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર

હવેથી શારીરિક કસોટીના માર્ક્સ નહીં ગણાય

હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે

હવેથી પરીક્ષાર્થીએ 3 કલાકનું 200 માર્કસનું પેપર આપવાનું રેહશે

AઅનેB-એમ બે ભાગમાં ૨૦૦ માર્કસનું પેપર પૂછવામાં આવશે

સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહિ.



પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે હવે રદ્ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.

અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને ૧૦૦ ગુણની MCQ TEST લેવામાં આવતી હતી. તેના બદલે હવે ૨૦૦ ગુણનું ૩ કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપરલેવામાં આવશે. આ પેપર ભાગ-Aઅનેભાગ-Bએમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે.

#Police Bharti #OBJECTIVE MCQ TEST #MCQ Test #LRD Exam #LED Exam 2024 #LRD Exam Rules #LRD Exam New Rule #Gujarat Police Bharti #LRD recruitment #LRD Physical Test
Here are a few more articles:
Read the Next Article