સાબરકાંઠા : વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી હિંમત હાઈસ્કુલ ખાતે યોજાયું ત્રિદિવસીય પુસ્તક પ્રદર્શન

હિંમતનગર સ્થિત હિંમત હાઇસ્કુલ ખાતે સૌપ્રથમવાર એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો

New Update
સાબરકાંઠા : વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી હિંમત હાઈસ્કુલ ખાતે યોજાયું ત્રિદિવસીય પુસ્તક પ્રદર્શન
Advertisment

હિંમત હાઇસ્કુલમાં યોજાયું ત્રિદિવસીય પુસ્તક પ્રદર્શન

Advertisment

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી પૂર્વે કરવામાં આવ્યું આયોજન

વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રુચિ કેળવાય તે માટે આયોજન

લેખકો અને જનરલ નોલેજના પુસ્તકોને પ્રદર્શનમાં મુકાયા

અભ્યાસ સાથે પુસ્તક પ્રદર્શનની મુલાકાત લેતા વિદ્યાર્થીઓ

વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત હિંમત હાઈસ્કુલ ખાતે ત્રિદિવસીય પુસ્તક પ્રદર્શનને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત હિંમત હાઇસ્કુલ ખાતે સૌપ્રથમવાર એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં તા. 12મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જન્મજયંતીને લઈને ત્રિદિવસીય પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પુસ્તક પ્રદર્શનમાં લેખકોના વિવિધ પુસ્તકો, જનરલ નોલેજના પુસ્તકોને પ્રદર્શન અર્થે મુકવામાં આવ્યા છે. અભ્યાસ સાથે એક પછી એક વર્ગના વિદ્યાર્થીઓ પુસ્તક પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે. આ પુસ્તક પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પુસ્તકનો પરિચય થાય અને વિદ્યાર્થીઓ પુસ્તકને જાણે તે હેતુથી પ્રદર્શન યોજવામાં આવ્યું છે.

Advertisment

જોકે, હિંમત હાઇસ્કુલમાં 10 હજાર પુસ્તકો લાઈબ્રેરીમાં છે, ત્યારે વિધાર્થીઓ માટે અલગ અલગ મેગેઝીન, GPSC, UPSCના પુસ્તકો, નીટ, જેઈઈ બુક્સ અને સ્વામી વિવેકાનંદના જન્મજયંતી નિમિત્તે તેમના જીવન ચરિતના 100થી વધુ પુસ્તકો સાથેનું પુસ્તક પ્રદર્શનનો નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

Latest Stories