અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકના કમી અને કેરાળા ગામ વચ્ચે આવેલ એકમાત્ર પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડાને કારણે 80 જેટલા વિદ્યાર્થીઓ શિયાળાની કડકડતી ઠંડીમાં વૃક્ષના છાયડા નીચે બેસીને અભ્યાસ કરવાની મજબૂરી હોય ત્યારે શિક્ષણ વિભાગ સામે અનેક સવાલ ઉભા થયા છે
આ છે ધારી ગીર પંથકનું કમી અને કેરાળા ગામ... બે ગામની વચ્ચે માત્ર એક કિલોમીટરનું અંતર છે જ્યારે બંને ગામ વચ્ચે આવેલ ધોરણ 1 થી 7 ની આ છે પ્રાથમિક શાળા...લીમડાના વૃક્ષ નીચે બેસીને આ શિયાળાની કડકડતી ઠંડીમાં અભ્યાસ કરતા બાળકો જોઈને રાજ્યના શિક્ષણ વિભાગની વ્યવસ્થા અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે...કમી કેરાળા ગામમાં ધોરણ 1 થી 7 સુધીના 80 જેટલા વિદ્યાર્થીઓ આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે.પ્રાથમિક શાળાના ચાર ઓરડાઓ જર્જરિત હોવાને કારણે શિક્ષણ તંત્ર દ્વારા અલાયદા ઓરડાની વ્યવસ્થા કર્યા વિના વિદ્યાર્થીઓને જર્જરિત ઓરડામાં ન બેસાડવાનો તંત્ર એ હુકમ કરી દીધો જ્યારે વિદ્યાર્થીઓને ભણાવવા આવતા શિક્ષકોની વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને લઈને લીમડાના વૃક્ષની નીચે બે પાળીમાં સ્કૂલ ચલાવવાની મજબૂરી સ્પષ્ટ જોવા મળી રહી છે.લીમડાના વૃક્ષ નીચે સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી અને ધોરણ 5 થી 7ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જ્યારે બપોરે 12 વાગ્યાથી 5 વાગ્યા સુઘી બીજી પાળીના ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા જોવા મળી રહ્યા છે
રમશે ગુજરાત, ભણશે ગુજરાત આગવું ગુજરાતના નારાઓ વચ્ચે કમી કેરાળા ગામના 80 જેટલા વિદ્યાર્થીઓ આવી શિયાળાની કડકડતી ઠંડીમાં પણ લીમડાના વૃક્ષ નીચે અભ્યાસ કરીને પોતાનું ભવિષ્ય ઉજવળ કરવા માટે ભણી રહ્યા હોય ત્યારે શાળાના શિક્ષક દ્વારા સરકાર દ્વારા મંજૂર થયેલી શાળાઓનું બિલ્ડીંગ બનતું ન હોય જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધ્યાને લઈને શિક્ષકો પણ વૃક્ષના છાયડા નીચે બેસીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે
કમી કેરાળા ગામની પ્રાથમિક શાળાની વરવી વાસ્તવિકતા અંગે અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે શાળામાં શિક્ષકોનું પાંચનું મહેકમ છે ચાર નવા ઓરડાઓ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત મંજુર થયેલ છે ટુક સમયમા ટેન્ડર પક્રિયા પૂર્ણ થઈ જશે.શિયાળાની ઠંડીમાં વિદ્યાર્થીઓ શાળાના ગ્રાઉન્ડમાં બેસી અભ્યાસ કરે છે ત્યારે અધિકારીએ જણાવ્યું છે કે હાલની સ્થિતિને લઈ બે પાળીમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે
ગુજરાત રાજ્યમાં શિક્ષણ અગ્રેસર હોવાની વરવી વાસ્તવિકતાઓ કેરાલા ગામમાં જોવા મળી રહી છે અન્ય રાજ્યો સાથે શિક્ષણ ના સ્તરની સ્પર્ધા કરતા નેતાઓ આ વિદ્યાર્થીઓના ભાવી માટે કોઈ નક્કર આયોજન કરે એ અત્યંત જરૂરી છે...