Connect Gujarat
શિક્ષણ

અંકલેશ્વર : એસ.આર.રોટરી ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીની વિવિધ બ્રાન્ચનો પદવિદાન સમારોહ યોજાયો...

એસ.આર.રોટરી ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં વિવિધ બ્રાન્ચનો પદવિદાન સમારંભ "અભ્યુદય-2023" યોજાયો

અંકલેશ્વર : એસ.આર.રોટરી ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીની વિવિધ બ્રાન્ચનો પદવિદાન સમારોહ યોજાયો...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર સ્થિત ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે એસ.આર.રોટરી ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં વિવિધ બ્રાન્ચનો પદવિદાન સમારંભ "અભ્યુદય-2023"નું આયોજન કરવામાં આવ્યું હતું. એસ.આર.રોટરી ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં વિવિધ બ્રાન્ચનો પદવિદાન સમારંભ "અભ્યુદય-2023" અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર સ્થિત ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે GACL દહેજ કોમ્પલેક્ષના હેડ રાજેશ પાટીલ, અંકલેશ્વર રોટરી એજ્યુકેશન સોસાયટીના ચેરમેન સાન્દ્રા શ્રોફ, વાઇસ ચેરમેન અશોક પંજવણી તેમજ મેનેજમેન્ટ કમિટીના પ્રતિષ્ઠિત સભ્યો, પ્રોફેસર શ્રીકાંત વાઘ, મીરા પંજવાણી, અંગીરસ શુક્લ, અધ્યાપકગણ, કર્મચારીગણ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં સરસ્વતી વંદના કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ સાથે જ યુનિવર્સિટીમાં મોખરેના સ્થાને આવનાર વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરી સન્માન કરવામાં આવ્યુ હતું. તાજેતરમાં જ એન્જિનિયરિંગની ડિગ્રી પૂર્ણ કરનાર 194 જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બેઇલ કંપનીના સીઈઓ બી.ડી.દલવાડી દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ રાજેશ પાટીલ દ્વારા વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીયલ એરિયાના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો બીજી તરફ, સાન્દ્રા શ્રોફ દ્વારા તેમના ઉચ્ચ વિચારો થકી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવામાં આવ્યો હતો. આસિસ્ટન્ટ પ્રોફેસર સૌરવ ચૌબે દ્વારા કાર્યક્રમની સમાપન વિધિ કરી સૌનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.

Next Story