અંકલેશ્વર: નવા શૈક્ષણિક સત્ર પહેલા વાલીઓ માટે રાહતના સમાચાર

ઉનાળુ વેકેશન પૂર્ણતાની આરે છે અને શાળા શરુ થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભરૂચ અંકલેશ્વરની સ્ટેશનરીની દુકાનોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

New Update

ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ સ્ટેશનરી માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ અંકલેશ્વરમાં પાઠયપુસ્તકોના ભાવમાં વધારો ન થતા વાલીઓ રાહત અનુભવી રહ્યા છે

ઉનાળુ વેકેશન પૂર્ણતાની આરે છે અને શાળા શરુ થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભરૂચ અંકલેશ્વરની સ્ટેશનરીની દુકાનોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પૂર્વે જ સ્ટેશનરી માર્કેટમાં તેજી જોવા મળી રહી છે.આ વખતે વાલીઓ માટે રાહતના સમાચાર છે.આ વર્ષે પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો થયો નથી.ગત વર્ષે પાઠયપુસ્તકોના ભાવમાં 15 ટકાનો વધારો નોંધાયો હતો જેના કારણે મધ્યમવર્ગની હાલત કફોડી બની હતી.જો કે આ વર્ષે પાઠયપુસ્તકોના ભાવમાં વધારો ન થતા વાલીઓ રાહત અનુભવી રહ્યા છે
Read the Next Article

ભરૂચ: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત ભરૂચમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજન

  • રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંતર્ગત આયોજન કરાયું

  • સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરાયું

  • મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા

ભરૂચ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત સંસ્કૃત ભાષાનુ ગૌરવ, સંરક્ષણ અને પ્રસાર-પ્રચાર થાય એ હેતુથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા પાંચ વિશિષ્ટ યોજનાઓ અમલમાં મૂકી છે જે અંતર્ગત “સંસ્કૃત સપ્તાહ યોજના”ની ત્રિદિવસીય ઉજવણી હેઠળ ભરૂચ જિલ્લામાં ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થઈ શક્તિનાથ સર્કલ બાદ કલેક્ટર કચેરી ખાતે સમાપન થઈ હતી. 
યાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો જોડાયા હતા. યાત્રામાં ટેબ્લો અને વેશભૂષા દ્વારા વેદો, ઉપનિષદો, ઋષિમુનિઓ, સંસ્કૃતના કવિઓ, લેખકો, પુરાણો, મંત્રશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર જેવી સંસ્કૃત સંસ્કૃતિની વિરાસતને દર્શાવવામાં આવી હતી.આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઉલ અને શિક્ષણ કચેરીના દિવ્યેશ પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ જાગૃતિ રેલી કાઢી અને સંસ્કૃત ભાષા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.