ગુજરાતમાં વધુ એક પરીક્ષા રદ..! વિદ્યુત સહાયકની લેવાયેલ પરીક્ષા રદ, હવે ફરીથી લેવાશે

New Update
ગુજરાતમાં વધુ એક પરીક્ષા રદ..! વિદ્યુત સહાયકની લેવાયેલ પરીક્ષા રદ, હવે ફરીથી લેવાશે

ગુજરાતમાં વધુ એક પરીક્ષા રદ..! વિદ્યુત સહાયકની લેવાયેલ પરીક્ષા રદ, હવે ફરીથી લેવાશેગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશ લિ. દ્વારા વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવેલ હતી. ત્યારે આ પોલ ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા તા. 6.3.2023 થી તા. 13.3.2023 તથા લેખિત પરીક્ષા તા. 9.9.2023 નાં રોજ યોજવામાં આવી હતી.




પરીક્ષા બાદ કેટલાક ઉમેદવારો દ્વારા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવેલ હતી કે, રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે લેવામાં આવેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ જેટકો દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા લેવામાં આવેલ નથી. જે બાદ તપાસ કમિટી દ્વારા તપાસ કરતા સદર ક્ષતિને ધ્યાનમાં આવેલ હતી

Latest Stories