Connect Gujarat
શિક્ષણ

UGC નેટ સત્રની પરીક્ષા માટે અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં કરાશે શરૂ

UGC નેટ  સત્રની પરીક્ષા માટે અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં કરાશે શરૂ
X

નેટ પરીક્ષા વર્ષમાં બે વાર જૂન અને ડિસેમ્બરમાં લેવામાં આવે છે. આ પરિક્ષામાં મેળવેલ ગુણનો ઉપયોગ જુનિયર રિસર્ચે ફેલોશિપ આપવા આસિસ્ટન્સ પ્રોફેસરની નિમણૂકની આપવા માટે કરવામાં આવે છે. UGCએ જણાવ્યું છે કે, 2024-25 ના સત્રના પીએચડી પ્રવેશ માટે પણ NETના સ્કોરનો ઉપયોગ કરવામાં આવશે. આ અંગે નોટિફિકેશનની સાથે NETની પરિક્ષા માટે રજિસ્ટ્રેશનનું નોટિફિકેશન પણ બહાર પાડ્યુ છે. UGC નેટ જૂન 2024 સત્રની પરીક્ષા માટે અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. નેશનલ લેવલે કુલ 80 વિષયો માટે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ લેવામાં આવશે.

નેશનલ એક્ઝામિનેશન એજન્સી આવતા સપ્તાહથી જૂન 2024 સત્રની પરીક્ષા માટે અરજી પ્રક્રિયા શરૂ કરી શકે છે. આ માહિતી UGCના ચેરમેને X પર પોસ્ટ કરીને આપી છે. અરજીઓ ઓનલાઈન મારફતે લેવામાં આવશે. વર્ષ 2024-25 માટે NTA પરીક્ષાના કેલેન્ડર મુજબ NETની જૂન સત્રની પરીક્ષા 1 જૂનથી 21 જૂનની વચ્ચે લેવામાં આવશે.

આવી રીતે કરો UGC NETમાં રજિસ્ટ્રેશન

1. UGC NETની અધિકૃત વેબસાઇટ ugcnet.nta.nic.in પર જાઓ.

2. UGC NET જૂન 2024 નોંધણી લિંક પર ક્લિક કરો.

3. જરૂરી માહિતી ભરીને રજિસ્ટ્રેશન કરો અને એપ્લિકેશન શરૂ કરો.

4. શૈક્ષણિક ડોક્યુમેન્ટ અપલોડ કરી ફી ભરો.

5. છેલ્લે રજિસ્ટ્રેશન ફોર્મ સબમિટ કરો.

Next Story