/connect-gujarat/media/post_banners/dde6ca15129ad71fba5ec98886e9e2d635df1ff16b58758436110a511d71c37f.jpg)
જ્ઞાન સહાયક ભરતી રદ્દ કરવાની માંગ સાથે અરવલ્લી જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા જ્ઞાન સહાયક ભરતી રદ્દ કરવાની માંગ સાથે સમગ્ર રાજ્યમાં વિરોધ ચાલી રહ્યો છે ત્યારે રાજ્યવ્યાપી આંદોલનનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પણ જોડાયું છે.
અરવલ્લી જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આંદોલનમાં જંપલાવ્યું હતું અને કલેક્ટર કચેરી ખાતે વિરોધ કર્યો હતો.શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ સાથે ભારે સુત્રોચ્ચાર કરવામાં આવતા પોલીસનો બંદોબસ્ત ખડકી દેવાયો હતો.મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા અને પ્રાંત અધિકારી સાથે મુલાકાત કરી, તાત્કાલિક જ્ઞાન સહાયક ભરતી રદ્દ કરવામાં આવે તેવી માંગ કરી હતી.