Connect Gujarat
શિક્ષણ

ભરૂચ: કૃષિ યુનિવર્સીટી ખાતે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે ઓરીએન્ટેશન કાર્યક્રમ યોજાયો

નવસારી કૃષિ યુનિવર્સિટીનાં એકેડેમિક કાઉન્સિલના સભ્ય ડો. જે.જી. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા

ભરૂચ: કૃષિ યુનિવર્સીટી ખાતે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે ઓરીએન્ટેશન કાર્યક્રમ યોજાયો
X

પોલીટેકનીક નવસારી કૃષિ યુનિવર્સીટી ભરૂચ ખાતે આચાર્ય ડો. ડી.ડી. પટેલના અધ્યક્ષ સ્થાને કૃષિ પોલીટેકનીક, ભરૂચ ખાતે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે તા. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ ઓરીએન્ટેશન કાર્યક્રમ યોજાયો. ડો. ડી.ડી. પટેલે અધ્યક્ષસ્થાનેથી ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એ માટે કૃષિ મહાવિદ્યાલયનું આ ભરૂચ કેમ્પસ તેમજ તેમના ફેકલ્ટી મિત્રો હંમેશા તેમની સાથે છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટીનાં એકેડેમિક કાઉન્સિલના સભ્ય ડો. જે.જી. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને સાતત્યપૂર્ણ અને પ્રામાણિકતાથી અભ્યાસમાં ધ્યાન આપવાનું સૂચવ્યું હતું.

આ તબક્કે પોલીટેક્નિકના આચાર્ય, ડો.એ.ડી. રાજ પણ ઉપસ્થિત હતા અને તેઓએ પણ વિદ્યાર્થીઓ અહી રહીને તેમના અભ્યાસની સાથે સાથે પોતાના વ્યક્તિગત વિકાસમાં પણ આગળ વધી શકે એમ સૂચવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને એકેડેમિક, હોસ્ટેલ, વિદ્યાર્થી પ્રતિનિધિ પરિષદ, પ્લેસમેન્ટ સેલ તેમજ કેમ્પસ અને રમત ગમત પ્રવૃત્તિઓ વિશે ડો. ધંધુકિયા, ડો. સાંખલા તેમજ ડો. પંડ્યા દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં દરેક વિભાગના વડા તેમજ ફેકલ્ટી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ફેકલ્ટી-વિદ્યાર્થીઓ એકબીજાને ઓળખી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોલીટેક્નિકના એકેડેમિક ઇન્ચાર્જ ડો. જે.આર. પંડ્યાના માર્ગદર્શન હેઠળ પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ જાતે જ જહેમત ઉઠાવી હતી અને તે બદલ કોલેજના આચાર્ય અને ફેકલ્ટીઓએ અભિનંદન પાઠવ્યા હતાં.

Next Story