ભરૂચ: તા.12 એપ્રિલે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપની પરીક્ષા યોજાશે, 60 પરીક્ષા કેન્દ્રો પર આયોજન

તારીખ: ૧૨/૦૪/૨૦૨૫ શનિવારનાં રોજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) જાહેર પરીક્ષા-૨૦૨૫ યોજાનાર છે. આ પરીક્ષા ભરૂચ જિલ્લામાં કુલ-૬૦ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે

New Update
Chief Minister Gyan Sadhana Merit Scholarship Examination
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તારીખ: ૧૨/૦૪/૨૦૨૫ શનિવારનાં રોજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) જાહેર પરીક્ષા-૨૦૨૫ યોજાનાર છે. આ પરીક્ષા ભરૂચ જિલ્લામાં કુલ-૬૦ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે. પરીક્ષામાં બેસનાર પરીક્ષાર્થીને પરીક્ષા આપવામાં અડચણ કે નુકશાન ન થાય અને પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ, ભય વિના પરીક્ષા આપી શકે તે માટે તેમજ સુલેહ શાંતિનો ભંગ કે હુલ્લડ કે બખેડો થતો અટકાવી શકાય તે હેતુસર તમામ પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થીઓ તેમજ નિયુકત અધિકૃત વ્યક્તિઓ સિવાયની કોઈ પણ વ્યકિત કે વ્યક્તિઓનાં સમૂહનાં પ્રવેશ ઉપર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે અને પરીક્ષા દરમ્યાન તમામ પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં આવેલ ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.
Advertisment
Latest Stories