Connect Gujarat
શિક્ષણ

ગુજરાત બોર્ડના 10મા ધોરણના રિઝલ્ટને લઈ મોટા સમાચાર, આ તારીખ સુધીમાં આવી જશે રિજલ્ટ SMS દ્વારા કરી શકશો ચેક

ગુજરાત બોર્ડ SSC 10માનું પરિણામ જાહેર કરવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે.

ગુજરાત બોર્ડના 10મા ધોરણના રિઝલ્ટને લઈ મોટા સમાચાર, આ તારીખ સુધીમાં આવી જશે રિજલ્ટ SMS દ્વારા કરી શકશો ચેક
X

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ ગુજરાત બોર્ડ SSC 10માનું પરિણામ જાહેર કરવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. મળતી માહિતી અનુસાર ગુજરાત બોર્ડ 10માનું પરિણામ 2023 મેના ત્રીજા અઠવાડિયા સુધીમાં જાહેર થઈ શકે છે. એટલે કે 10માનું પરિણામ 20મી મે સુધીમાં આવી શકે છે.

જે બાળકોએ GSEB ગુજરાત બોર્ડની SSC પરીક્ષા આપી છે તેઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પરથી તેમનું પરિણામ ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે. બોર્ડની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી ચાલી હતી. નવીનતમ અપડેટ મુજબ GSEB SSC પરિણામ 20 મે સુધીમાં જાહેર થઈ શકે છે. એક વાત નોંધનીય છે કે GSEB 10મા પરિણામની ચોક્કસ તારીખ અને સમય બોર્ડ દ્વારા શેર કરવામાં આવ્યો નથી.

SMS દ્વારા પરિણામ કરી શકશો ચેક:-

વિદ્યાર્થીઓ એસએમએસ દ્વારા ગુજરાત બોર્ડ 10માનું પરિણામ 2023 પણ જોઈ શક છે. વિદ્યાર્થીઓએ SSC રોલ નંબર લખીને 56263 પર મોકલવાનો રહેશે.

Next Story