/connect-gujarat/media/media_files/2025/05/08/vKJSRiADlLNO1OZo62N7.jpg)
સીબીએસઇ બોર્ડની ધોરણ 10ની પૂરક પરીક્ષા 2025 નું પરિણામ જાહેર થઇ ગયુ છે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તેઓ અહીં આપેલી સીધી લિંક દ્વારા સરળતાથી તેમના પરિણામો ચેક કરી શકે છે.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ આજે 5 ઓગસ્ટના સીબીએસઇ બોર્ડનું ધોરણ 10નું પૂરક પરીક્ષા 2025 નું પરિણામ જાહેર કરેલુ છે. કુલ 48.68% વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં પાસ થયા છે. પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in અને results.cbse.nic.in પર પોતાનું પરિણામ જોઇ શકે છે. જ્યારે વેરિફિકેશન પ્રક્રિયા 8 ઓગસ્ટથી શરૂ થશે.
સીબીએસઇની સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in પર જાઓ.
હોમ પેજ પર આપેલ સીબીએસઇ ધોરણ 10 સપ્લીમેટ્રી રિજલ્ટ 2025 પર ક્લિક કરો.
હવે રોલ નંબર, સ્કૂલ નંબર, એડમિટ કાર્ડ નંબર વગેરે જેવી વિગતો સબમિટ કરો
પરિણામ તમારી સ્ક્રીન પર દેખાશે. હવે ચેક કરી અને પ્રિન્ટઆઉટ લઇ તમારી પાસે રાખો.