Connect Gujarat
શિક્ષણ

અંકલેશ્વર:બોર્ડની પરીક્ષામાં ચહેરા પરથી હિજાબ કઢાવાતા વિવાદ,શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આપવામાં આવ્યા આદેશ

વિધાર્થીનીઓના ચહેરા પરથી હિજાબ કઢાવવામા આવતા વિવાદ સર્જાયો હતો આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા

X

ભરૂચમાં બોર્ડની પરીક્ષામાં હિજાબ વિવાદ સામે આવ્યો

પરીક્ષામાં ચહેરા પરથી હિજાબ કાઢવાયો

વાલીઓ દ્વારા નોંધાવવામાં આવ્યો વિરોધ

શાળા દ્વારા બોર્ડની ગાઈડ લાઇન બતાવવામાં આવી

બાળકીઓ ગુનેગાર હોય તેવુ વર્તન કરાયુ:વાલીઓ

અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં કેટલીક વિધાર્થીનીઓના ચહેરા પરથી હિજાબ કઢાવવામા આવતા વિવાદ સર્જાયો હતો આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં કેટલીક વિધાર્થીનીઓના ચહેરા પરથી હિજાબ કઢાવવામા આવતા વિવાદ સર્જાતા વાલીઓએ વિદ્યાર્થીનીઓ સાથે સ્કુલ ખાતે પોહચી ગેરવર્તનની ફરિયાદ કરી હતી.

શાળાએ બોર્ડની પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીનીઓ ના ચહેરા દેખાતા ના હોવાથી સુપર વાઈઝર દ્વારા નકાબ હટાવવાની સૂચના બાદ સર્જાયેલ વિવાદના પગલે વાલીઓ વિદ્યાર્થીનીઓ સાથે સ્કુલ ખાતે દોડી આવ્યા હતા.વાલીઓ જણાવી રહ્યા હતા કે આ સ્કુલના આ પગલાંથી બાળકીઓ બરાબર પરીક્ષા આપી શકી નથી. જેના પગલે ભારે ઉહાપોહ મચ્યો હતો.વાલી જણાવી રહ્યા હતા કે બાળકીઓ જાણે ગુનેગાર હોય તેવું વર્તન કરાયું હતું. આ સામે શિક્ષણ વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવશે અને તપાસ માંગવામાં આવશે.

આ વિવાદિત મુદ્દે ભરૃચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ બા રાઉલજી એ જણાવ્યું હતું કે આ અંગે હજુ કોઈ વાલીની ફરિયાદ આવી નથી અને સ્કૂલના આચાર્ય સાથે વાત કરતા તેઓએ બોર્ડની ગાઈડલાઇન મુજબ સીસીટીવી કેમેરા પરીક્ષાર્થી ના ચહેરો દેખાય તે માટે માત્ર નકાબ હટાવડાવવા માં આવ્યા હતા.તેમ છતાં કોઈ ની ધાર્મિક લાગણી ના દુભાઈ તે રીતે આવા મામલે કાર્યવાહી કરવા સૂચના આપી છે.બોર્ડ ની ગાઈડ લાઇન ના પાલન બાબતે પરીક્ષા કેન્દ્રો ને સ્પષ્ટ સૂચના આવા કિસ્સાઓ માં આપવામાં આવે તે જરૂરી છે જેથી આવા વિવાદ ના ઊભા થાય.

Next Story